ગુજરાતની ધરતીથી PM મોદીનો હુંકાર! 'દુનિયાને ટક્કર આપવા સક્ષમ છે આપણાં ફાઈટર પ્લેન'

PM મોદી કચ્છમાં સેનાના જવાનો સાથે કરી દિવાળીની ઉજવણી, પાકિસ્તાન નજીકના સર ક્રીકની પણ પીએમ મોદીએ લીધી મુલાકાત...

ગુજરાતની ધરતીથી PM મોદીનો હુંકાર! 'દુનિયાને ટક્કર આપવા સક્ષમ છે આપણાં ફાઈટર પ્લેન'

ઝી બ્યૂરો, અમદાવાદઃ PM મોદી કચ્છમાં સેનાના જવાનો સાથે કરી દિવાળીની ઉજવણી, પાકિસ્તાન નજીકના સર ક્રીકની પણ પીએમ મોદીએ લીધી મુલાકાત...જ્યાં પીએમ મોદી પોતાના સંબોધનમાં જણાવ્યુંકે, દુનિયાને ટક્કર આપવા સક્ષમ છે આપણાં ફાઈટર પ્લેન, આજે આપણે બીજા દેશોને હથિયારો મોકલતા થયા છીએ. આપણાં દેશમાં હવે હથિયારો બની રહ્યાં છે. અમને સેનાના સંકલ્પ પર ભરોસો છે. આપણી સેના કોઈપણ પરિસ્થિતિમાં ટકી રહીને મુકાબલો કરીને જીત હાંસલ કરી શકે છે. પાકિસ્તાન નજીક સર ક્રીકનું પ્રધાનમંત્રી મોદીએ કર્યું નિરીક્ષણ. લક્કી નાળા પોસ્ટના બીએસએફના જવાનો સાથે પીએમ મોદીએ મનાવી દિવાળી. 

પીએમ મોદીએ વધુમાં જણાવ્યુંકે, આ વખતની દિવાળી ખાસ છે. કારણકે, પહેલાં ભારતની ઓળખ બહારના દેશો માંથી હથિયાર મંગાવવાની હતી. આજે પરિસ્થિતિ એનાથી ઉલ્ટી થઈ ગઈ છે. આજે આપણાં ફાઈટ પ્લેન દુનિયાને ટક્કર આપી રહ્યાં છે. એવું પીએમ મોદીએ કચ્છ ખાતેના પોતાના સંબોધનમાં જણાવ્યું હતું. આજે ભારત સ્વદેશી સબમરીન બનાવી રહ્યું છે. આપણી સેનાને હવે આધુનિક સંશાધનોથી સજ્જ કરવામાં આવી છે. ગુજરાતના 1600 કિલો મીટરનો સૌથી લાંબો દરિયા કિનારો દેશની તાકાત બનીને ઉભરી રહ્યો છે. 

PM મોદીએ ગુજરાતના સરક્રીકમાં ભારતીય સેનાના જવાનો સાથે ઉજવી દિવાળી, જાણો શું કહ્યું-
દર વર્ષની જેમ આ વખતે પણ PM નરેન્દ્ર મોદીએ દિવાળીનો તહેવાર ભારતની રક્ષા કરતા જવાનો સાથે ઉજવ્યો. આ દરમિયાન, તેમણે મિઠાઈઓ વહેંચી અને સુરક્ષા દળોનું મનોબળ વધાર્યું.  આ વખતે પીએમ મોદી ગુજરાતના કચ્છ પહોંચ્યા હતા જ્યાં તેમણે BSF, આર્મી, નેવી અને એરફોર્સના જવાનો સાથે દિવાળીની ખુશીઓ વહેંચી હતી અને તેમને મીઠાઈ ખવડાવી હતી.

પાકિસ્તાન બોર્ડર પાસે પહોંચ્યા પીએમઃ
ગુજરાતના સરક્રીક વિસ્તારના આ વિસ્તારને લક્કી નાળા કહેવામાં આવે છે, જે પાકિસ્તાનની સરહદની ખૂબ નજીક છે, તેથી આપણા દેશના સૈનિકો આ સ્થળની સુરક્ષા માટે હંમેશા તૈયાર રહે છે. પીએમ મોદીએ આ સ્થળની આજના દિવસે દિવાળીના પર્વ પર મુલાકાત લઈને ભારતીય સેનાના જવાનોનો ઉત્સાહ વધારી તેમની સાથે દિવાળી ઉજવી હતી.

સૈનિકોનું મનોબળ વધાર્યુંઃ
પીએમ નરેન્દ્ર મોદીએ આ ક્રૂઝમાં સૈનિકો સાથે થોડો સમય વિતાવ્યો અને તેમનું મનોબળ વધાર્યું. PM એ અનુભવ કરવાનો પ્રયાસ કર્યો કે કેવી રીતે સૈનિકો તેમના પરિવારોથી દૂર ભારતીય સરહદની રક્ષા કરે છે.

સર ક્રીકની સફરઃ
આ દરમિયાન પીએમ મોદીએ ક્રૂઝના ડેક પર સમય વિતાવ્યો જ્યાંથી ખૂબ જ સુંદર નજારો દેખાતો હતો, સરક્રીક વિસ્તારનું વાદળી પાણી સૈનિકોને હંમેશા નવા ઉત્સાહથી ભરી દે છે અને દેશની સુરક્ષા માટે પ્રેરિત કરે છે.

બોર્ડર પર દિવાળીઃ
આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ સૈનિકોને સંબોધતા કહ્યું કે, આ વખતે દિવાળી ખૂબ જ ખાસ છે, તમારામાં સુરક્ષાની ગેરંટી જોવા મળે છે, અમારા સૈનિકો દરેક પડકારનો સામનો કરે છે, માતૃભૂમિની સેવા કરવી એ મારું સૌભાગ્ય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news