સ્ટેચ્યુ ઓફ યુનિટીની જંગલ સફારીમાં વધુ એક જિરાફનું મોત
Trending Photos
જયેશ દોશી/નર્મદા :સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) પાસે બનાવેલ જંગલ સફારી પાર્કમાં વધુ એક જિરાફનું મોત નિપજ્યું છે. જિરાફ બીમાર હોવાથી તેનું મોત થયું હોવાના પ્રાથમિક અહેવાલ સામે આવ્યા છે. અગાઉ પણ વિદેશથી લાવવામાં આવેલ ઈમ્પાલા અને બે જિરાફના મોત થયા હતા. ત્યારે હવે જંગલ સફારી (jungle safari) માં કુલ ચારમાંથી હવે એક જ જિરાફ બચ્યું છે.
પ્રવાસીઓએ કચ્છના રણ તરફથી મોઢું ફેરવી લીધું, કારણ છે ચોંકાવનારું
જંગલ સફારી પાર્ક જિરાફનું મોત થતા તંત્રમાં ફફડાટ પામ્યો છે. રાજ્યના મુખ્ય સચિવની મુલાકાત બાદ મોડી સાંજે જંગલ સફારીમાં આફ્રિકાથી લાવવામાં આવેલ એક જિરાફનું મોત નિપજ્યું હતું. મોતના કારણ અંગે જંગલ સફારીના ડીએફઓ રામરતન નાલાએ જણાવ્યું કે, ડાયફ્રૅમટિક હરિણ્ય થવાના કારણે જિરાફનું મોત થયું છે. જિરાફને દુખાવો થયો ત્યારે ખબર પડી અને અમે ટ્રીટમેન્ટ પણ આપી. પરંતુ તેને બચાવી ન શક્યા. જે દિવસે જિરાફનું મૃત્યુ થયું તે દિવસે તેણે પાણી પણ પીધું હતું. જેના બાદ અમે ટ્રીટમેન્ટ આપી હતી.
શંકરસિંહ વાઘેલાએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે, અમારું સ્ટેન્ડ ભાજપ સામેનું રહેશે
જંગલ સફારીમાં પ્રાણીઓના થઈ રહેલા મોત અંગે તેમણે કહ્યું કે, જે પ્રાણીઓને વાતાવરણ અનુકૂળ આવી રહ્યું છે, તેની અમે દેખરેખ રાખી રહ્યા છે. અહીંના પ્રાણીઓના કેરટેકર દરેક બાબતનું ઝીણામાં ઝીણું ધ્યાન રાખી રહ્યાં છે. સતત રિપોર્ટ લેવામાં આવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, વિદેશથી લાવવામાં આવેલા પ્રાણીઓને ઓકટોબરથી અહીં સફારી પાર્કમાં મૂકવામાં આવ્યા છે, જેમાં નવેમ્બર મહિનાથી પ્રાણીઓના કોઈકને કોઈક કારણોને લીધે મોત થઈ રહ્યાં છે. પહેલા બે ઈમ્પલાનું મૃત્યુ થયું હતું, ત્યારબાદ ઝીબ્રાના મોત થયા હતા. હવે જિરાફનું મૃત્યુ થયું છે, ત્યારે અહીંનું વાતાવરણ આ પ્રાણીઓને માફક નહિ આવાની વાત અહીંના ડીએફઓ જણાવી રહ્યા છે અને પૂરતી કાળજી પણ જાનવરોની પૂરતી કાળજી લેવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે