Breaking : હવે ગુજરાતમાં 250 રૂપિયામાં મળશે કોરોના વેક્સીન

Breaking : હવે ગુજરાતમાં 250 રૂપિયામાં મળશે કોરોના વેક્સીન
  • કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનના એક ડોઝની કિંમત 150 રૂપિયા નક્કી કરવામાં આવ્યો
  • વહીવટી ચાર્જ 100 રૂપિયા મળીને વેક્સીનની કુલ 250 રૂપિયાની કિંમત નક્કી કરાઈ 

હિતલ પારેખ/ગાંધીનગર :હવે સામાન્ય માણસોને પણ કોરોનાની વેક્સીન મળશે. 1 માર્ચથી ગુજરાતમાં 250 રૂપિયામાં વેક્સીન (corona vaccine) મળશે. જેમાં 100 રૂપિયાના પ્રોસેસિંગ ચાર્જ સાથે 250 રૂપિયામાં વેક્સીન મળશે. તો સરકારી હોસ્પિટલોમાં અને સરકારી વેક્સીન સેન્ટરોમાં વિનામૂલ્યે મળશે. કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનના એક ડોઝની કિંમત 150 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. તેમજ ખાનગી હોસ્પિટલમાં 100 રૂપિયા વહીવટી ચાર્જ અને વેક્સિનની કિંમત 150 રૂપિયા મળીને કુલ 250 રૂપિયામાં વેક્સીન મળી જશે. 

આ પણ વાંચો : અમદાવાદ : પતિને અલવિદાનો વીડિયો મોકલીને મહિલા સાબરમતી નદીમાં કૂદી

લોકોની આતુરતાનો અંત આવ્યો  
ગુજરાતની ખાનગી હોસ્પિટલોમાં હવે 250 રૂપિયામાં કોરોનાની વેક્સીન લગાવી શકાશે. જે વેક્સીન હાલ તબક્કાવાર લોકોને આપવામાં આવી રહી છે, તેની કિંમત 250 રૂપિયા આંકવામાં આવી છે. હવે તમે સરળતાથી ખાનગી હોસ્પિટલમાં વેક્સીન લગાવી શકશો. દરેક સામાન્ય વ્યક્તિ વેક્સીનની રાહ જોઈને બેસ્યા હતા, ત્યારે હવે લોકોની આતુરતાનો અંત આવ્યો છે. હવે કોરોનાની વેક્સીન ઝડપી રીતે સામાન્ય લોકો સુધી પહોંચી શકશે. ઉલ્લેખનીય છે કે, 1 માર્ચથી સમગ્ર રાજ્યમાં ત્રીજા તબક્કામાં વેક્સીનેશન પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે. તો બીજી તરફ, ગુજરાતમાં ફરીથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ જોતા આ જાહેરાત મહત્વની ગણી શકાય. આ માટે મોબાઈલ દ્વારા અને ઓન ધી સ્પોટ રજિસ્ટ્રેશન કરવી શકાશે. 

ગંભીર બીમારીથી પીડાતા લોકોને વેક્સીન અપાશે 
કોરોના વોરિયર્સને ભારત સરકાર તરફથી વેક્સિનેશન આપવાનું કામ સમગ્ર દેશમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં પણ આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને બીજા તબક્કામાં કરવાની હતી એ પણ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ 1 માર્ચથી ૬૦ વર્ષથી ઉપરના લોકો અને ૪૫ વર્ષથી નીચેની વયના જે ગંભીર રોગોથી પીડાય છે તેમને વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. હાર્ડ ફીવર, હૃદયને લગતા રોગો, જન્મજાત હૃદયરોગ, હાઈપોટેન્શન, ડાયાબિટીસ હોય કેન્સર સિક્લસેલ, બોનમેરો ફેલ્યોર, એચઆઈવી પ્રકારના રોગોને આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે. મેડિકલ ઓફિસર આઈડેન્ટિફાઈડ્ કરે તેવા 45 વર્ષના ઉંમરના લોકોને પણ વેક્સીન આપવામાં આવશે. આ માટે એડવાન્સમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પહેલા અઠવાડિયામાં 500 જેટલા સેન્ટરમાં વેક્સીનેશન (corona vaccine) શરૂ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news