ગુજરાતમાં ગાયબ થઈ પાણીપુરીની લારીઓ, ગુજરાતણો થઈ નિરાશ

 સાંબરકાંઠાના ઢુંઢરમાં બનેલી રેપની એક ઘટનાએ ગુજરાતભરમાં વરસા ઉત્તર ભારતીયોના જીવન પર એવી અસર પાડી, કે તેઓ ગુજરાત છોડવા મજબૂર બન્યાં છે. ગુજરાતના દરેક શહેર-ગામમાં વસતા પરપ્રાંતીયોમાં આ કારણે દહેશત ફેલાયો છે. જેની સીધી અસર ગુજરાતના વેપાર-ધંધા પર પડી છે. ગુજરાતના વેપારમાં ઉત્તર ભારતીયોનું પણ મોટું યોગદાન છે. આ ડરને પગલે ખાણીપીણીની લારી ચલાવીને ગુજરાન કરતા ઉત્તર ભારતીયો રાતોરાત ગાયબ થઈ ગયા છે. પાણીપુરી અને ભેલપકોડીની લારીઓ પણ રાતોરાત ગાયબ થઈ ગઈ છે. જેને કારણે ગુજરાતના ગલી-નાકા પર હોંશભેર પાણીપુરી ખાતી મહિલાઓ ગાયબ થઈ ગઈ છે. 

ગુજરાતમાં ગાયબ થઈ પાણીપુરીની લારીઓ, ગુજરાતણો થઈ નિરાશ

ગુજરાત : સાંબરકાંઠાના ઢુંઢરમાં બનેલી રેપની એક ઘટનાએ ગુજરાતભરમાં વરસા ઉત્તર ભારતીયોના જીવન પર એવી અસર પાડી, કે તેઓ ગુજરાત છોડવા મજબૂર બન્યાં છે. ગુજરાતના દરેક શહેર-ગામમાં વસતા પરપ્રાંતીયોમાં આ કારણે દહેશત ફેલાયો છે. જેની સીધી અસર ગુજરાતના વેપાર-ધંધા પર પડી છે. ગુજરાતના વેપારમાં ઉત્તર ભારતીયોનું પણ મોટું યોગદાન છે. આ ડરને પગલે ખાણીપીણીની લારી ચલાવીને ગુજરાન કરતા ઉત્તર ભારતીયો રાતોરાત ગાયબ થઈ ગયા છે. પાણીપુરી અને ભેલપકોડીની લારીઓ પણ રાતોરાત ગાયબ થઈ ગઈ છે. જેને કારણે ગુજરાતના ગલી-નાકા પર હોંશભેર પાણીપુરી ખાતી મહિલાઓ ગાયબ થઈ ગઈ છે. 

vlcsnap-2018-10-09-18h15m24.jpg

ગુજરાતના હિંમતનગરના ઢુંઢરમાં બનેલ અઘટિત ઘટનાના પ્રતિસાદરૂપે ગુજરાતભરમાં પરપ્રાંતીઓના તિરસ્કારના ઉભા થયેલા માહોલની અસર સમગ્ર ગુજરાત પણ જોવા મળી હતી. ગુજરાતમાં લાખો યુપી-બિહારના વતની ધંધાર્થે વસેલા છે. ગુજરાતમાં મોટાભાગે પાણીપુરીના વ્યવસાયમાં યુપી-બિહારવાસીઓની જમાવટ છે. તમને દરેક શહેરના નાકે-ગલીએ જે પણ પાણીપુરીવાળો અને ભેલપુરીવાળો દેખાશે, તેમાંથી 95 ટકા ઉત્તર ભારતીયો હોય છે. આ બધાએ ભયભીત થઈ પાણીપુરીની લારીઓ બંધ રાખી. ખાણીપીણીની લારીઓ ચલાવીને ગુજરાન ચલાવતા ઉત્તર ભારતીઓ આ ઘટના બાદ પોતાની લારીઓ ઘરમાં સંતાડીને છુપાઈ ગયા હતા.

vlcsnap-2018-10-09-18h14m43.jpg

તો, બીજી તરફ આ ઘટનાને પગલે ખાણીપીણીની લારીઓ ચલાવતા ઉત્તર ભારતીયોના ગુજરાન પર પણ મોટી અસર થઈ છે. આ એવો વર્ગ છે, જેઓ રોજ કમાવીને પેટિયુ રળે છે. નાના ધંધા રોજગારના કારણે આવક બંધ થઈ હોવાથી વતન પરત જવા માટે પણ અને પરિવારનું ગુજરાન ચલાવવું પણ ભારે પડી ગયું હતું. તેઓએ સરકાર પાસે સુરક્ષા અને ધંધા રોજગાર પુન સ્થાપિત થાય તેવી માંગ કરી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news