મોરબીમાં મોતનો પુલ! બેદરકારી બદલ ગુનો દાખલ, સરકારે કહ્યું દોષિતો સામે થશે કડક કાર્યવાહી

Morbi Bridge Collapse: રવિવારનો દિવસ માત્ર મોરબી જ નહીં પણ સમગ્ર ગુજરાત માટે દુઃખના સમાચાર લઈને આવ્યો. મોરબીમાં ઈતિહાસ પુલ પર સંખ્યાબંધ લોકો એક સાથે એકત્ર થયા અને અચાનક બ્રિજ તૂટી પડ્યો. બ્રિજ તૂટી પડતા સંખ્યાબંધ લોકો મચ્છુ નદીમાં ડૂબ્યાં. આ ઘટનામાં અત્યાર સુધીમાં 140 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા છે.

  • મોરબીમાં જુલતો પુલ તૂટી પાડવાનો મામલો
     
    B ડીવીઝનના PI નોધાવી ફરિયાદ
  • પુલનું મેન્ટેનન્સ કરનાર એજન્સી સામે ફરિયાદ
  • IPC કલમ- 304, 308, 114  મુજબ ગુનો નોંધાયો

Trending Photos

મોરબીમાં મોતનો પુલ! બેદરકારી બદલ ગુનો દાખલ, સરકારે કહ્યું દોષિતો સામે થશે કડક કાર્યવાહી

ઝી બ્યૂરો, અમદાવાદ: રવિવારનો દિવસ મોરબીમાં માતમના સમાચાર લઈને આવ્યો. શહેરની શાન ગણાતો ઝૂલતો પુલ અસંખ્ય લોકોની મોતનું કારણ બન્યો. રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં સહેલાણીઓ આ પુલ પર આવ્યા હતા. જોકે, પુલની ક્ષમતા કરતા વધારે લોકો પુલ પર દાખલ થતાં પુલ તૂટી પડ્યો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. જોકે, આ પુલની દેખરેખ પ્રાઈવેટ કંપનીને સોંપવામાં આવી હતી. અને પુલ પર ટીકીટ લઈને લોકોએ પ્રવેશ કર્યો હતો. કંપનીની આ ગંભીર બેદરકારીને કારણે આ ઘટના બની છે. જેથી દોષિતો સામે કડકમાં કડક પગલાં લેવાની ગુજરાત સરકારે બાંયેધરી આપી છે.  
 

— Harsh Sanghavi (@sanghaviharsh) October 30, 2022

 

મોરબીમાં ઝૂલતો પુર તૂટવાની ગોઝારી હોનારતમાં અંતે ગુજરાત સરકારના ગૃહવિભાગ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કસૂરવારો સામે આઇપીસીની કલમ 304, 308 હેઠળ ગુનો નોંધાયો છે. પુલની દેખરેખ રાખીને ટિકિટો વેચીને કમાણી કરતી કંપની સામે અને તેના સંચાલકો સામે હાલ આ ગંભીર બેદરકારી બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

 

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. હર્ષ સંઘવીએ પોતાના ટ્વીટમાં જણાવ્યું છેકે, હોનારતની બેદરકારી માટે જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે. આ બેદરકારી દાખવનારા કસુરવારો સામે આઈપીસીની કલમ 304 અને 308 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સાંસદ મોહનભાઈ કુંડારીયાના અનેક સંબંધીના પણ દુર્ઘટનામાં મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું. ગોઝારી દુર્ઘટનામાં અનેક મોટા માથાની ધરપકડના ભણકારા સંભળાઈ રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news