ગુજરાતમાં મિની વાવાઝોડું ફૂંકાયું, ભારે પવન ફૂંકાતા ઘરના પતરા ઉડ્યા, મંડપ કાગળની જેમ ઉડ્યો

Cyclone Attack : અરવલ્લીના ભિલોડાના સુનસરમાં મીની વાવાઝોડુ ત્રાટક્યું, દ્વારકાના કલ્યાણપુરમાં ભારે પવનથી ઉડ્યા મંડપ... વાતાવરણમાં ફેરફારની સાથે પવન ફુંકાતા વધી મુશ્કેલી... પ્રસંગના મંડપ કાગળની જેમ ઉડતા જોવા મળ્યા

ગુજરાતમાં મિની વાવાઝોડું ફૂંકાયું, ભારે પવન ફૂંકાતા ઘરના પતરા ઉડ્યા, મંડપ કાગળની જેમ ઉડ્યો

Gujarat Weather Forecast : ગુજરાતમાં 12થી 15 એપ્રિલ વચ્ચે માવઠું પડવાની આગાહી છે. આ દિવસોમાં ગુજપરાતમાં મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ત્રાટકશે. ત્યારે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં આંધી અને ગાજવીજ સાથે વરસાદ ત્રાટક્યો હતો. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં મીની વાવાઝોડું ત્રાટક્યુ હતુ. અરવલ્લી અને દ્વારકામા ભારે પવનની અસરથી નુકસાનીની ઘટનાઓ પણ સામે આવી છે. 
 
અરવલ્લીમાં મકાનોને નુકસાન
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણ એકાએક પલટાયું છે. જેમાં અરવલ્લીના ભિલોડાના સુનસરમાં મીની વાવાઝોડુ ત્રાટક્યું હતું. ગત સાંજે આવેલા ભારે પવન બાદ ભારે નુકસાની સામે આવી છે. કાચા મકાનોના પતરા ઉડ્યા છે. તો ત્રણ રહીશોના મકાનોને ભારે નુકસાની સામે આવી છે. મકાનની છત ઉડી જતા ઘરવખરીનો સામાન પલળી ગયો હતો. 

કલ્યાણપુરમાં મંડપ ઉડ્યો 
હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં ભરઉનાળે વરસાદની આગાહી છે. ત્યારે દ્વારકાના કલ્યાણપુર પંથકમાં તેની અસર જોવા મળી. વાતાવરણમાં બદલાવ સાથે પવનની ગતિમાં વધારો થતાં મનોરથ પ્રસંગના મંડપ કાગળની જેમ ઉડયા હતા. જેને લઈને ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. 

ગુજરાતમાં કેવી છે આગાહી 
ગુજરાતમાં આગાહી મુજબ વરસાદ આવી ગયો છે. ગત રોજ અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ અને છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ આવ્યો હતો. હજુ 3 દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગે આગાહી આપી છે. છોટાઉદેપુરમાં કડાકા ભડાકા સાથે પડેલા વરસાદ વચ્ચે વીજળી પડતાં એક યુવતીનું મોત નિપજ્યું છે. નવા રામપુરામાં નીતા રાઠવા નામની યુવતી કુદરતના પ્રકોપનો ભોગ બની હતી. રાજ્યમાં અચાનક આવી પહેલા વરસાદથી ગરમીથી આંશિક રાહત મળી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટ્યું છે. ભુજમાં સૌથી વધુ 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજી પણ રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે. 

ક્યાં ક્યાં વરસાદની આગાહી

  • 13 એપ્રિલે ભરૂચ,સુરત,નવસારી,વલસાડ,ગીર સોમનાથ,કચ્છમાં આગાહી
  • 14 એપ્રિલે સાબરકાંઠા,અરવલ્લી,દાહોદ,છોટાઉદેપુર,નર્મદા,ગીર સોમનાથમાં આગાહી
  • 15 એપ્રિલે સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર અને દાહોદમાં આગાહી

આંધી સાથે વરસાદ આવશે - અંબાલાલ પટેલ 
કમોસમી વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી છે. તેમણે કહ્યું કે, 12 થી 15 એપ્રિલ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. આ દિવસોમાં આંધી અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. તો 17 મી એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. આ બાદ રાજ્યના કેટલાક ભાગોમાં 43 ડિગ્રી તાપમાનનો પારો જવાની શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news