ગીરના જંગલમાંથી લાખોની સંખ્યામાં ઇયળો આવતા લોકો ત્રસ્ત, નીચે પગ મુકવો પણ શક્ય નથી
Trending Photos
અમરેલી : જિલ્લાના ધારી તાલુકાના કેટલાક ગામો હાલ એક વિચિત્ર સંકટનો સામનો કરી રહ્યું છે. અહીં અચાનક લાખોની સંખ્યામાં ઇયળો પડી છે. જેના કારણે ન માત્ર ખેતર પરંતુ ગામ અને ઘરમાં પણ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ધારી તાલુકાના કાંગસા, સુખપુર સહિતનાં ગામોમાં ઇયળો આવી જતા જમીન પર બેસનું મુશ્કેલ થઇ પડ્યું છે. એટલી હદ સુધી કે રસોઇ પણ ખાટલા કે કોઇ ઉંચા સ્થાન પર મુકીને બનાવવી પડે છે.
સમગ્ર ગામ ઇયળોનાં કારણે ખુબ જ ત્રસ્ત છે. જમીન પર પગ મુકવો પણ શક્ય નથી. મહિલાઓ રસોઇ બનાવવા માટે રસોડાના બદલે ખુલ્લી જગ્યાઓ પર ખાટલામાં બેસીને રસોઇ બનાવે છે. નીચે પગ મુકવો પણ શક્ય નથી. તેવામાં સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજુઆતો છતા પણ તંત્રમાં ઉદાસીનતા જોવા મળી રહી છે.
આ અંગે જણાવતા સુખપુરના સરપંચે જણાવ્યું કે, ઇયળોનો નાશ કરવા માટે કેરોસીનનો છંટકામ ગામ લોકો કરી રહ્યા છે. જો કે કેરોસીન પણ હાલ મળી નથી રહ્યું. ગરીબ લોકોને કેરોસીનનો છંટકાવ કરવો પણ પોસાય તેમ નથી. ઇયળો જંગલમાંથી સતત આવી રહી છે. સ્થાનિકોની માંગ છે કે, તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે