monsoon updates : ગુજરાતના 108 ડેમ હાઈ એલર્ટ પર, અત્યાર સુધી 9804 લોકોનું સ્થળાંતર કરાયું

રાજ્યમાં 93 ટકા જેટલો વરસાદ રાજ્યમાં પડી ચૂક્યો છે. માત્ર બે તાલુકા એવા છે, કે જેમાં 250 મિલી મીટર એટલે કે 10 ઈંચથી ઓછો વરસાદ પડયો છે

monsoon updates : ગુજરાતના 108 ડેમ હાઈ એલર્ટ પર, અત્યાર સુધી 9804 લોકોનું સ્થળાંતર કરાયું

હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને પગલે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમમાં તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહીને પગલે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. એનડીઆરએફની મુવમેન્ટ સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થઇ હતી. જે અંગે રાહત કમિશનર હર્ષદ પટેલે કહ્યું કે, ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે ઓગસ્ટથી રાજ્યમાં વરસાદ સારા પ્રમાણમાં છે. હવામાન વિભાગના આગાહી પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મોરબી ઉપરાંત મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ અને ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આવતીકાલે પણ બનાસકાંઠા, પાટણ, મોરબી જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ સાબરકાંઠા અને સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં 93 ટકા જેટલો વરસાદ રાજ્યમાં પડી ચૂક્યો છે. માત્ર બે તાલુકા એવા છે, કે જેમાં 250 મિલી મીટર એટલે કે 10 ઈંચથી ઓછો વરસાદ પડયો છે. 

દાહોદ : અનાસ નદીમાં ડુબેલા 6 માંથી એક યુવકની લાશ રાજસ્થાન પહોંચી, 3 યુવકો હજી પણ લાપતા 

  • કચ્છમાં જિલ્લામાં 162 ટકા વરસાદ પડ્યો
  • સૌરાષ્ટ્રમાં ૧૨૩ ટકા વરસાદ
  • મધ્યપૂર્વમાં 73 ટકા વરસાદ
  • છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે
  • બે તાલુકામાં ૬થી ૮ ઇંચ જેટલો વરસાદ થયો છે
  • મહેસાણા સતલાસણા માં સૌથી વધુ વરસાદ થયો છે
  • આજે બાર કલાક સુધીમાં 234 તાલુકામાં વરસાદ નોંધાયો છે
  • 44 નદીઓ ઓવરફલો થઇ છે
  • ૪૫ જેટલા તળાવો પણ ઓવરફલો થયા છે

આગામી ત્રણ કલાક સાચવજો, ગુજરાતના આ જિલ્લાઓમાં છે ભારે વરસાદની આગાહી

તેમણે વધુમાં જણાવ્યં કે, 60.83 ટકા પાણી સરદાર સરોવર ડેમમાં હાલ છે. તો રાજ્યના 108 ડેમ હાઈ એલર્ટ પર છે. ભારે વરસાદને પગલે 9804 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજકોટમાં સતત 1700 લોકોનું સ્થળાંતર થયું છે. એનડીઆરએફની સારી કામગીરી કરવામાં આવી છે. 13 ટીમોને કામે લગાડવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, છોટાઉદેપુર, મહીસાગરમાં 11 જેટલી ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 95 ગામમાં વીજપુરવઠો ખોરવાયો હતો અને તેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 46 ગામોમાં વીજપુરવઠો સ્થાપિત કરવાની કામગીરી ચાલુ છે. 127 પંચાયતના રસ્તો અને 138 રસ્તાઓને બંધ કરવાની જરૂરિયાત ઊભી થઇ છે. તો માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. 94 ટકા જેટલું રાજ્યમાં વાવેતર થઈ ચૂકયું છે. 

રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ સહિતના અધિકારીઓએ બેઠક કરી હતી. જેના બાદ જિલ્લા કલેકટરોને એલર્ટ કરવા માટે સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહી પ્રમાણે આજે આવતીકાલે અને એના પછીના દિવસોમાં અને મોરબી જિલ્લાઓમાં, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના છે. એ પછીના દિવસોમાં કચ્છ અને મોરબીમાં ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતના આજના મહત્વના અપડેટ્સ....

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news