સુરત : માંગરોળમાં ઘૂંટણસમા પાણીમાંથી માલધારીઓના 300 પશુઓને બહાર બચાવાયા
Trending Photos
કિરણસિંહ ગોહિલ/સુરત :સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. સુરતના માંગરોળમાં 5 કલાક વરસાદ વરસ્યો. મોટી પારડી ગામની સીમમાં અનેક માલધારીઓ ફસાયા હતા. 300 પશુઓ અને માલધારીઓનું તેમના માલ-સામાન સાથે રેસ્ક્યુ કરાયું હતું. પાણીના વહેણમાં નાના વાછરડા પણ તણાયા હતા.
રાજ્યમાં ચોમાસાની વિધિસર પધરામણી થઇ ગઈ છે, ત્યારે હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આગાહી મુજબ, સુરત જિલ્લામાં મોડી રાત્રે પાંચ કલાક સતત વરસેલા વરસાદે માંગરોળ તાલુકાને ધમરોળી નાખ્યું હતું. મોટી પારડી ગામની સીમમાં 300 પશુઓ સાથે માલધારી પરિવાર ફસાયા ગયા હતા. જોકે માલધારી આગેવાન અને સ્થાનિક ગ્રામજનોએ રેસ્ક્યુ કરી તમામને છાતી સમાન પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જોકે સ્થાનિક તંત્ર અજાણ હતું.
ચોમાસાથી શરૂઆત અને મેઘરાજાની તોફાની બેટિંગ ગઈ રાતથી શરૂ થઈ હતી. સતત સવાર સુધી મેઘરાજા મન મૂકી વરસ્યા હતા. કામરેજ અને માંગરોળ તાલુકામાં પાણી પાણી થઇ ગયા હતા. ખાસ કરીને મોટી પારડીથી ભરણ ગામ જવાના માર્ગ પર છાતી સમા પાણી વહી રહ્યા હતા. જ્યારે કે, કોસંબા લીંબાળા જવાના માર્ગ પાર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. વાહન ચાલકો જીવન જોખમે પસાર થતા જોવા મળ્યા હતા. જ્યારે મોટી પારડી ગામની સીમમાં પડાવ નાખી રહેલા માલધારીઓના 300થી વધુ પશુઓ સાથે ફસાઈ ગયા હતા. માલધારી આગેવાન અને ગ્રામના સરપંચ કમર જેટલા પાણીમાં 300થી વધુ પશુઓને રેસ્ક્યૂ કર્યા હતા. સાથે જ માલધારી મહિલાઓને પણ સામાન સાથે હેમખેમ ભારે જહેમત બાદ ભાર કાઢવામાં આવ્યા હતા. જોકે આઠથી વધુ પશુઓ પાણીમાં તણાઈ ગયા હતા. વાછરડાઓના મોત પણ થયા હતા. માલધારીઓ પોતાના બળદ ગાડામાં વાછરડાઓને બચાવાયા હતા.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે