એમના વિરોધથી 5-50 હજાર મતનો ફર્ક પડે, ભાજપ 26માંથી 26 બેઠકો જીતવાની છે, પાટીદારનો હુંકાર
Rupala Controversy: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલે જણાવ્યું કે રૂપાલાએ ખાનદાની દાખવી માફી માગી લીધી છે. ક્ષત્રિયોએ માફી પર વિચાર કરવો જોઈએ. રાજકોટથી રૂપાલા 5 લાખની લીડથી જીતશે. આ નિવેદનની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. જેના પગલે આગામી દિવસોમાં વિવાદ વધે તો પણ નવાઈ નહીં...
Trending Photos
Rupala Controversy: ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે, ક્ષત્રિય સમાજ ભાજપ પાસે એક જ માંગ પર અડ્યો છે, ક્ષત્રિય સમાજની માંગ છે કે રાજકોટમાંથી રૂપાલાની ટિકીટ રદ્દ થવી જોઇએ. પરંતુ હવે પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં કડવા પાટીદારોની સૌથી મોટી સંસ્થા આવી છે. જી હા...ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલે જણાવ્યું કે રૂપાલાએ ખાનદાની દાખવી માફી માગી લીધી છે. ક્ષત્રિયોએ માફી પર વિચાર કરવો જોઈએ. રાજકોટથી રૂપાલા 5 લાખની લીડથી જીતશે. આ નિવેદનની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.
ઉંઝા ઉમિયાધામ રૂપાલા સાથે..
એક તરફ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી રહ્યાં છે ત્યારે ઊંઝા ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ બાબુભાઈ પટેલ રૂપાલાની પડખે ઉભા રહ્યાં છે. ક્ષત્રિય સમાજના વિરોધનો રાજકોટની બેઠક પર રૂપાલાની જીત નક્કી તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રૂપાલાની પડખે માત્ર પાટીદાર સમાજ જ નહીં પણ ક્ષત્રિય ઠાકોર, દરબાર સહિત દરેક સમાજ સાથે ઉભા છે. બાબુભાઈ પટેલે ક્ષત્રિય સમાજને ખાનદાની દાખવીને પરસોત્તમ રૂપાલાને માફ કરવા માટે વિનંતી કરી છે. રાજકોટ સીટ પરથી ભાજપ પરશોતમ રૂપાલાને બદલે નહીં તે વાત તો રૂપાલાના પ્રચાર પરથી નક્કી થઈ ગઈ છે.
બાબુભાઈ જમનાદાસ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોઇ રૂપાલાની સામે હોય એવું છે જ નહી, માતાજીએ સતત ભાજપનું ધ્યાન રાખ્યું છે અને આજે પણ રાખશે. ઉમેદવાર બદલવા કે નહીં તે પાર્ટીનો વિષય છે. દરબાર અને પટેલ એક જ છે. રાજ્યના કોઇ ઉમેદવારને કોઇ ફેર નહીં પડે. તમામ ઉમેદવારો પાંચ લાખ કરતાં વધારે લીડથી જીતશે.
નોંધનીય છે કે, ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરશોતમ રૂપાલાએ પોતાની ઉમેદવાર એક બે દિવસમાં ભરવાની જાહેર કરી દીધી છે. હવે રૂપાલાનો વિરોધ ક્ષત્રિયો અને પાટીદારોની લડાઈ ન બની જાય તે પણ જોવું પડશે. હવે જોવાનું રહેશે કે આ મુદ્દામાં આગળ શું થાય છે. આ મામલો આગળ વધ્યો તો ભાજપને વોટબેંક તૂટવાનો પણ ડર છે.
શું છે વિવાદ?
રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતા તેમણે ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો વાયરલ પણ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં તેઓ જૂના જમાનાના રાજવીઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળે છે. તેમણે કહ્યું હતું કે, અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, એ સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા. આ નિવેદનને લઇને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ છે અને સમાજમાં રોષ વ્યાપી ગયો છે. જો કે આ નિવેદનને લઇને તેઓ માફી પણ માગી ચૂક્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે