પંચમહાલ લોકસભા ચૂંટણી 2019 પરિણામ: જંગી બહુમતીથી ભગવો લહેરાયો
Trending Photos
અમદાવાદ: પંચમહાલ લોકસભા બેઠક માટે કોંગ્રેસના વી કે ખાંટ અને ભાજપના રતનસિંહ રાઠોડ વચ્ચે મુકાબલો હતો. ગત વખતની જેમ આ વખતની ચૂંટણીમાં પણ ભાજપને ગુજરાતમાંથી તમામ બેઠકો મળવા જઈ રહી છે. ઉમેદવારો જંગી લીડથી આગળ છે. ફાઈનલ પરિણામ આવતા હજુ થોડી વાર લાગશે. છેલ્લે મળતી માહિતી મુજબ ભાજપના રતનસિંહ રાઠોડને 7 લાખ જેટલા મતો મળ્યાં છે જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 2,93000 જેટલા મતો મળ્યાં છે.
જુઓ LIVE TV
રતનસિંહ રાઠોડ સામે કોંગ્રેસે વી કે ખાંટને મેદાને ઉતાર્યા હતાં. ગત લોકસભા ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા પ્રભાતસિંહ ચૌહાણને પડતા મૂકાયા હતાં. આ લોકસભા વિસ્તારમાં ઠાસરા, બાલાસિનોર, લુણાવાડા, શેહરા, મોરવાહરફ (ST), ગોધરા અને કલોલ વિધાનસભા ક્ષેત્રો છે. 897121 પુરુષ, 846097 મહિલા તથા અન્ય 15 સાથે આ બેઠક કુલ 1743233 મતદારો ધરાવે છે.
રાતે 8.30 વાગ્યા સુધીનો ટ્રેન્ડ...
Gujarat-Panchmahal | ||||||||
Results | ||||||||
O.S.N. | Candidate | Party | EVM Votes | Postal Votes | Total Votes | % of Votes | ||
1 | Khant Vechatbhai Kuberbhai | Indian National Congress | 293904 | 0 | 293904 | 28.16 | ||
2 | Ratansinh Magansinh Rathod | Bharatiya Janata Party | 703603 | 0 | 703603 | 67.42 | ||
3 | Virendra Parsottamdas Patel | Nationalist Congress Party | 9468 | 0 | 9468 | 0.91 | ||
4 | Shaikh Kalim Abdul Latif | Bahujan Samaj Party | 3765 | 0 | 3765 | 0.36 | ||
5 | Rathod Vijaysinh Mohansinh | Hindusthan Nirman Dal | 4626 | 0 | 4626 | 0.44 | ||
6 | Lalabhai Gadhvi | Independent | 8886 | 0 | 8886 | 0.85 | ||
7 | NOTA | None of the Above | 19437 | 0 | 19437 | 1.86 | ||
Total | 1043689 | 0 | 1043689 | |||||
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે