કળીયુગ ઘોડી ચડી આવ્યો : જંગલનો રાજા આખલાથી ડરવા લાગ્યો, Video છે તેનો પુરાવો
Lion Video : આખલાએ સિંહોના ટોળાને હંફાવ્યો... સિંહોએ જીવ બચાવવા ભાગવુ પડ્યું... ગીરનો આવો વીડિયો નહી જોયો હોય! તમે કહેશો કળીયુગ ઘોડી ચડી આવ્યો
Trending Photos
Bullock Attack On Lion : કહેવાય છે કે જબ સસ્સે પે કુત્તા આયા તબ અહેમદશાહને અહેમદાબાદ બસાયા. અમદાવાદની ધરતી પરથી અહેમદશાહ બાદશાહ જઇ રહ્યા હતા અને ત્યારે એક કૂતરો (રાજાનો શિકારી કુતરો) સસલાનો શિકાર કરવા ગયો અને ત્યારે સસલો શિકારી કૂતરાની સામે પડ્યો. તે જોઇને બાદશાહને થયું કે જરૂર આ જમીનમાં કંઇક છે. અને તેમણે જે નગર વસાવ્યું તે અમદાવાદ. પરંતુ ગીરના સાવજનો એક એવો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો જે તમને ન આશ્ચર્યચકિત કરશે પરંતુ ગ્લાનીથી ભરી દેશે.
સિંહને જંગલનો રાજા કહેવામાં આવ્યો છે. સિંહ ખુંખાર હોવાની સાથે નિયમનો પણ ખુબ જ પાક્કો માનવામાં આવે છે. તેને જો ભુખ ન હોય તો સામેથી ગમે તે પ્રાણી પસાર થઇ જાય તો તેની સામે પણ નથી જોતો. પોતાની જરૂરિયાત અનુસાર જ મારણ કરે છે. આવા વૈભવી લક્ષણોનાં કારણે જ કદાચ તેને જંગલના રાજાની પદવી આપવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, વાઘ અને ચિત્તો અને દિપડો જેવા અન્ય પ્રાણી સામે આવતા કોઇ પણ પ્રાણી કે માણસ પર હુમલો કરે છે. આવા અનેક કિસ્સા સામે પણ આવતા રહે છે. પરંતુ હવે ગીરનો સાવજ બીકણ બની રહ્યો છે. શ્વાનથી ડરી જવાના સિંહોના અનેક વીડિયો પુરાવા સામે આવ્યા છે. પરંતુ હવે સિંહ આખલા સામે પણ હાંફી રહ્યાં છે.
એક વીડિયોમા સામે આવ્યું કે, રાજુલાની ગલીઓમાં સિંહોને આખલાના શિકારનો પ્રયાસ કરતા ભારે પડ્યું હતું. રાજુલા તાલુકાના કોવાયા ગામની સમગ્ર લાઈવ ઘટના સામે આવી છે. એક થી પાંચ જેટલા સિંહો આખલા સામે શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ સાવજોનું ટોળું આખલાનું કંઈ બગાડી શક્યા ન હતા. ઉપરથી આખલો સિંહોના ટોળા પર ભારે પડ્યો હતો. આખલો સિંહોના ટોળા પાછળ એવો દોડ્યો કે, સિંહો ઉભી પૂંછડીએ ભાગ્યાહતા. રોડ ઉપર જીવ બચાવવા સિંહો દોડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કોવાયા ગામમાં આખલાએ સિંહોને ભગાવ્યા હતા. ત્યાર આ બીજી વખત ઘટના સામે આવી છે. આખલાથી હવે જંગલના રાજા ડરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.
આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં પણ કુતુહલ સહ આઘાતની લાગણી જોવા મળી રહી છે. લોકો ઘોર કળીયુગ, સિંહના જમાના ગયા, જમાનો બદલાઇ ગયો હવે કુતરાઓ બાદ આખલા પણ સિંહ પર ભારે પડી રહ્યા છે જેવી અનેક કોમેન્ટ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે