રિસર્ચ : વર્ષો પહેલા કચ્છની ભૂમિમાં એવા પ્રાણીઓ રહેતા હતા કે કોઈ કલ્પી પણ ન શકે

પ્રણાલીગત રીતે દુષ્કાળીયા ગણાતા રણપ્રદેશ કચ્છ (Kutch)માં એક સમયે વિવિધ પ્રકારના પક્ષીઓ, પાણીના ઝરણાં, માછલીઓ હતી. પણ જિરાફ, હાથીના ઝુંડ, વિશાળકાય મગરમચ્છ અને હિપોપોટેમસ જેવાં પ્રાણીઓ વિચરતા હોવાનું એક રિસર્ચ (Research) માં સામે આવ્યું છે. રાપર તાલુકાના પલાંસવામાં મળી આવેલા જીવાશ્મિ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. ગરમ અને સૂકી આબોહવાવાળો રણપ્રદેશ કચ્છ એક સમયે ભેજવાળી આબોહવા ધરાવતો એક વિસ્તાર હતો. તેમાં ગાઢ જંગલો (Forest) આવેલા હતા. જેમાં જિરાફ, હાથી અને ગેંડા જેવા પ્રાણીઓ વિચરતા હોવાનું એક રિસર્ચમાં જાણવા મળ્યું છે. 
રિસર્ચ : વર્ષો પહેલા કચ્છની ભૂમિમાં એવા પ્રાણીઓ રહેતા હતા કે કોઈ કલ્પી પણ ન શકે

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :પ્રણાલીગત રીતે દુષ્કાળીયા ગણાતા રણપ્રદેશ કચ્છ (Kutch)માં એક સમયે વિવિધ પ્રકારના પક્ષીઓ, પાણીના ઝરણાં, માછલીઓ હતી. પણ જિરાફ, હાથીના ઝુંડ, વિશાળકાય મગરમચ્છ અને હિપોપોટેમસ જેવાં પ્રાણીઓ વિચરતા હોવાનું એક રિસર્ચ (Research) માં સામે આવ્યું છે. રાપર તાલુકાના પલાંસવામાં મળી આવેલા જીવાશ્મિ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. ગરમ અને સૂકી આબોહવાવાળો રણપ્રદેશ કચ્છ એક સમયે ભેજવાળી આબોહવા ધરાવતો એક વિસ્તાર હતો. તેમાં ગાઢ જંગલો (Forest) આવેલા હતા. જેમાં જિરાફ, હાથી અને ગેંડા જેવા પ્રાણીઓ વિચરતા હોવાનું એક રિસર્ચમાં જાણવા મળ્યું છે. 

ગુજરાતની ખાલી પડેલી 7 બેઠકોની પેટા ચૂંટણીની આજે થઈ શકે છે જાહેરાત 

14 મિલિયન વર્ષો પહેલાં એટલે કે માયોસેન યુગ તરીકે ઓળખાતા ભૌગોલિક સમયગાળા દરમ્યાન કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ સાવ અલગ હતી. કચ્છમાં હિપોપોટેમસ અને જિરાફ સહિતના પ્રાણીઓ મોટી સંખ્યામાં હતા. કચ્છમાં અત્યાર સુધીમાં મળી આવેલા મોટાભાગના જીવાષ્મીઓ દરિયાઈ છે. કારણ કે, કચ્છ સમુદ્રને અડીને આવેલો જિલ્લો છે. આ સંશોધનમાંથી એ પણ જાણવા મળ્યું છે કે, સસ્તન વર્ગના પ્રાણીઓ કેવી રીતે આફ્રિકા ખંડથી છેક ભારતીય ઉપખંડ સુધી વિસ્તર્યા હતા. એ વાત આશ્ચર્યજનક અને રોમાંચકારી છે કે, કચ્છમાં પણ આફ્રિકા ખંડની જેમ જિરાફ, હિપોપોટેમસ, હાથી અને મહાકાય મગરમચ્છની હાજરી પણ હતી. કચ્છના રાપર પલાંસવા નજીક રિસર્ચ દરમિયાન મળેલી સાઈટ પરથી વિવિધ અવશેષો મળ્યા છે તેવું કચ્છ યુનિવર્સિટીના રિસર્ચર મહેશ ઠક્કરે જણાવ્યું હતું. 

કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર ગૌરવ ચૌહાણ જણાવે છે કે, વર્ષ 2007માં રિસર્ચ દરમિયાન કચ્છ યુનિવર્સિટીને પલાંસવાની પુરાતત્વ સાઈટ મળી આવી હતી. રિસર્ચ દરમિયાન મોટી સખ્યામાં જીવાશ્મિ મળી આવ્યા હતા. અમેરિકા અને ફ્રાન્સના એક્સપર્ટસની મદદ લઈને તેના પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. રિસર્ચ દરમિયાન 14 મિલીયન વર્ષ પહેલાનુ કચ્છ સામે આવ્યું છે. મીયોસીન યુગમાં અહીં ગાઢ જંગલો હતા. જેમાં જિરાફ, ગેંડા, હાથી જેવા પ્રાણીઓ અહિયાં વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, કચ્છમાં અગાઉ પણ હડપ્પીયન સમયના અનેકવાર અવશેષ મળી આવ્યા છે. કચ્છનું ધોળાવીરા અને લખપતના ખટિયા હડપ્પીય સભ્યતાના અવશેષ મળી આવ્યા છે. કચ્છ જિલ્લામાં અંદાજીત 100 જેટલી પુરાતત્વ સાઈટ આવેલી છે. રાપર પલાંસવા સાઈટ જીયોપાર્ક તરીકે વિકસાવવા માટે માંગ ઉઠી છે. અન્ય દેશમાં જ્યારે કોઇપણ જગ્યાએ પુરાતત્વ અવશેષ મળે ત્યારે તે સાઈટ જીયોપાર્ક તરીકે વિકસાવવામાં આવે છે. કચ્છમાં જે રીતે પ્રવાસન વેગ મળ્યો છે, તે જોતા કચ્છમાં આવેલી પુરાતત્વ સાઈટ જીયોપાર્ક તરીકે વિકસાવવા આવેતો આવનારી પેઢીને રિસર્ચમાં ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news