જસદણ પેટાચૂંટણીનો જંગ: આજે પ્રચારનો છેલ્લો દિવસ, બાવળિયા કાઢશે વિશાળ રેલી

જસદણ પેટાચૂંટણીને હવે ગણતરીની કલાકો જ બાકી છે ત્યારે આજે સાંજે પાંચ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે.

જસદણ પેટાચૂંટણીનો જંગ: આજે પ્રચારનો છેલ્લો દિવસ, બાવળિયા કાઢશે વિશાળ રેલી

અમદાવાદ: જસદણ પેટાચૂંટણીને હવે ગણતરીની કલાકો જ બાકી છે ત્યારે આજે સાંજે પાંચ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. સાંજે પાંચ વાગ્યા બાદ જસદણ મતવિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષ પ્રચાર પ્રસાર નહીં કરી શકે. જિલ્લા બહારના નેતાઓ જસદણ મતવિસ્તારમાં નહીં રહી શકે. તેઓએ પાંચ વાગ્યા પહેલા જસદણ મતવિસ્તાર છોડી દેવો પડશે. ચૂંટણીપંચ પણ મતદાન પહેલા સમીક્ષા કરશે.

જસદણની પેટાચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે આજે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા વિશાળ મહારેલી કાઢશે. કાર અને બાઈકના કાફલા સાથે નીકળનારી આ રેલીનો પ્રારંભ વીંછીયાથી સવારે 9 કલાકે થશે. ત્યારબાદ આ રેલી અમરાપુર, હિંગોળગઢ, લાલાવદર, લીલાપુર, જસદણ, આટકોટ, પાંચવડા, જીવાપર, જૂના પીપળીયા, પ્રતાપપુર અને સાણથલી પહોંચશે.

જસદણ વિધાનસભા પેટા ચૂંટણીને લઇ જિલ્લા પોલીસ સજ્જ
જસદણની વિધાનસભા પેટાચૂંટણીને લઈને પોલીસ એકદમ સજ્જ થઈ ગઈ છે. પેટાચૂંટણીમાં 1100 પોલીસ જવાનોનું સુરક્ષા કવચ છે.  પોલીસના 306 , ગૃહ રક્ષક દળના 311 જવાનો તેમજ લશ્કરી દળની 6 કંપની બજાવશે ચૂંટણીમા ફરજ બજાવશે. કુલ 159 સ્થળ પર 262 બુથ છે જે પૈકી 72 સ્થળોના 126 બુથ પર વિશેષ તકેદારી રાખવામાં આવશે. મતદાનના દિવસે દરેક બુથ મુજબ પોલીસ અને હોમગાર્ડ જવાનની ફાળવણી કરવામાં આવી છે. પેરા મિલિટરીની 6 કંપનીના 540 જવાનો જસદણ ખાતે પેટા ચૂંટણીના સુરક્ષા કવચમા જોડાશે.મતદાન પૂર્ણ થયા બાદ પેરા મિલિટરી ની 5 કંપની રવાના થશે અને બાકી 1 કંપની ના જવાનો સ્ટ્રોંગ રૂમ બહાર ફરજ પર હાજર રહેશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news