Jamnagar north Gujarat chutani Result 2022 : નણંદ ભાભીની જંગમાં નણંદ હાર્યા, રીવાબાએ ગીતાબાને મ્હાત કર્યાં
Jamnagar north Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર સમગ્ર દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાવર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.
Trending Photos
જામનગરઃ Jamnagar north Gujarat Chutani Result 2022: જામનગર ઉત્તર વિધાનસભા બેઠક (જામનગર) દેવ મંદિરોના કારણે છોટીકાશી તરીકે ઓળખાતા જામનગર શહેરમાં એક સમયે સૂર્યઉર્જાથી સંચાલિત ચિકિત્સા દેશભરના લોકો માટે આકર્ષણ હતું. જામનગર ઉત્તરની સીટ પર મુસ્લિમ, લેઉઆ પટેલ, કડવા પટેલ, SC અને ST મતદારો તેમજ બ્રાહ્મણ અને વણિક મતદારોનું પ્રભુત્વ છે. જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર 1,34,699 પૂરૂષ મતદારો જ્યારે 1,28,675 મહિલા મતદારો છે. કુલ 2,63,375 મતદારો છે.
લેટેસ્ટ અપડેટ
જામનગર ઉત્તર બેઠકમાં નણંદ ભાભી વચ્ચે જંગ હતો. જેમાં ભાભી નણંદ કરતા ચઢિયાતા નીકળ્યા છે. જામનગર ઉત્તર બેઠકમાં રીવાબા જાડેજાની જીત થઈ છે અને તેમના નણંદ ગીતાબા જાડેજાની હાર થઈ છે.
2022ની ચૂંટણી
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ટિકિટ આપી. જ્યારે કોંગ્રેસે બિપેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપી. તો આમ આદમી પાર્ટીએ કરશન કરમૂરને મેદાને ઉતાર્યા.
2017ની ચૂંટણી
જામનગર દક્ષિણ બેઠકના ઈતિહાસની વાત કરીએ તો 2017માં ભાજપે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ને ટિકિટ આપી હતી. જ્યારે કૉંગ્રેસ તરફથી જીવણ આહીરને ટિકિટ મળી હતી. ધર્મેન્દ્રસિંહ જાડેજાને 2017માં 84,327 મત મળ્યા હતા. જ્યાર જીવણ આહીરને 43,364 મત મળ્યા હતા. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જીવણ આહીરને 40,963 મતોથી હરાવ્યા હતા.
2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે ધર્મેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપી હતી. જ્યારે ભાજપે મૂળુ બેરાને ટિકિટ આપી હતી. ધર્મેન્દ્રસિંહ જાડેજાને 61,642 મત મળ્યા હતા. મૂળુ બેરાને 52,194 મત મળ્યા હતા. મૂળુ બેરા 9,448 મતોથી હાર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે