હવે ગુજરાતમાં નહિ દેખાય જર્જરિત મકાનો, 25 વર્ષ જૂના મકાનોના રિડેવપલમેન્ટને મળી મંજૂરી
ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ હેઠળ આવતા જર્જરિત અને ખંડેર મકાનોના પુન નિર્માણ માટેનો જમીન માલિકી મકાન સુધારાની પણ રાષ્ટ્રપતિએ મંજુરી આપી છે.
Trending Photos
અમદાવાદ :ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ હેઠળ આવતા જર્જરિત અને ખંડેર મકાનોના પુન નિર્માણ માટેનો જમીન માલિકી મકાન સુધારાની પણ રાષ્ટ્રપતિએ મંજુરી આપી છે. હવે આ વિધેયકથી ગુજરાતમાં રિડેવલોપમેન્ટ સરળ બનશે. વિધાનસભાના સત્ર સમયે આ બિલ સર્વાનુમતે પસાર કરાયું હતું. હવે આ કાયદાથી રિડેવલપમેન્ટની સાથે જર્જરિત મકાનોના પડી ભાંગવાથી થતી ઘટનાઓ પર બ્રેક લાગશે, તેમજ જીવનુ જોખમ પણ નહિ રહે.
ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ હેઠળ આવતા જર્જરીત અને ખંડેર મકાનોના મકાન માલિકો અથવા તેનો ભોગવટો કરનારમાથી 75 ટકાથી ઓછા નહીં તેટલા માલિકો અથવા તેનો ભોગવટો કરનારની સંમતિ મેળવ્યા પછી જર્જરિત મકાનોનો પુનઃ વિકાસ માટેની જોગવાઇ કરવાનાં હેતુથી આ સુધારા વિધેયક લાવવામાં આવ્યુ છે. ત્યારે રાજ્યમાં ખાનગી ફ્લેટ ધારકોની સોસાયટીઓને રિડેવલોપમેન્ટ કરવા માટેના બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે.
વિધાનસભાગૃહમાં માલિકી ફ્લેટ સુધારા વિધાયકને મંજૂરી આપી રાજ્યપાલે મંજૂર કર્યું હતું અને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલ્યું હતું. રાષ્ટ્રપતિ દ્વારા આ બિલ મંજૂર થતા રાજ્યમાં જર્જરિત થયેલા ફ્લેટ્સને રિડેવલોપમેન્ટ માટે 75 ટકા સભ્યોની મંજૂરીથી રિડેવલોપ કરી શકાશે. જેથી હવે રાજ્યની 25 વર્ષ જૂની ઈમારતોને રિડેવલપ સરળતાથી કરી શકાશે. રિડેવલપમેન્ટ માટે 75 ટકા રહીશોની સંમતિ આવશ્યક છે. ત્યારે હવે ગુજરાત ફ્લેટ્સ ઓનરશિપ એક્ટ-1973માં સુધારો કરાયો છે.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ચેઈન ચીલઝડપની ઘટનાઓ સજાની જોગવાઈ સાથે 10 વર્ષ અને 25 હજારનો દંડ કરતાં ફોજદારી સુધારા વિધેયકને પણ રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે