ગીર સોમનાથ: તલાલાના વીરપુરમાં દીપડો પાંજરે પુરાયો, શિક્ષકને ફાડી ખાધા હતા

તલાલા તાલુકાના વીરપુર ગામમાં પાંચ દિવસ પહેલા માનવભક્ષી દીપડાએ નિવૃત શિક્ષકને ફાડી ખાધા હતા. જેથી ગ્રામજનોએ વન વિભાગ જાણ કરતા ટીમ દોડી આવી હતી. વન વિભાગે દીપડાને પકડવા માટે ગામમાં અને ગામની બહાર અલગ અલગ વિસ્તારોમાં 4 જેટલા પાંજરા મુક્યા હતા. વન વિભાગની બે દિવસની જહેમત બાદ એક દીપડો આજે રવિવારે પાજરે પુરાયો છે. પકડાયેલા દીપડો માનવભક્ષી છે કે કેમ તે અંગે વન વિભાગે લેબ ટેસ્ટ સહિતની કામગીરી હાથ ધરી છે. 
ગીર સોમનાથ: તલાલાના વીરપુરમાં દીપડો પાંજરે પુરાયો, શિક્ષકને ફાડી ખાધા હતા

ગીર સોમનાથ : તલાલા તાલુકાના વીરપુર ગામમાં પાંચ દિવસ પહેલા માનવભક્ષી દીપડાએ નિવૃત શિક્ષકને ફાડી ખાધા હતા. જેથી ગ્રામજનોએ વન વિભાગ જાણ કરતા ટીમ દોડી આવી હતી. વન વિભાગે દીપડાને પકડવા માટે ગામમાં અને ગામની બહાર અલગ અલગ વિસ્તારોમાં 4 જેટલા પાંજરા મુક્યા હતા. વન વિભાગની બે દિવસની જહેમત બાદ એક દીપડો આજે રવિવારે પાજરે પુરાયો છે. પકડાયેલા દીપડો માનવભક્ષી છે કે કેમ તે અંગે વન વિભાગે લેબ ટેસ્ટ સહિતની કામગીરી હાથ ધરી છે. 

ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના વીરપુરમાં પાંચ દિવસ પહેલા દીપડાએ વૃદ્ધ પર હૂમલો કરતા વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર વીરપુર ગામના 65 વર્ષીય કાંતિભાઇ સુરેજા વાડીએ કામ કરતા હતા. દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો અને દીપડાએ કાંતિભાઇને ફાડી ખાધા હતા. જેમાં કાંતિભાઇનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. કાંતિભાઇ એક નિવૃક શિક્ષક હતા. સમગ્ર ઘટનાને લઇ પરિવારજનોએ વન વિભાગ પર આક્રોશ ઠાલવ્યો હતો.

તલાલા સહિત ગીર સોમના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હિંક પ્રાણીઓનો આતંક વધારે હોવાથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. માનવભક્ષી દીપડો હજી કેટલા લોકોનો ભોગ લેશે તેવા આક્ષેપ પણ લોકોમાં થઇ રહ્યા છે. લોકોએ આ દીપડાને તત્કાલ પકડવામાં આવે તેવી વન વિભાગ પાસે માંગ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news