Holi 2023: પાટણના બ્રાહ્મણવાડા ગામમાં 700 વર્ષ જૂની પરંપરા, માતાઓ આ રીતે કરે છે હોળીની ઉજવણી

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા પાટણ ગામે છેલ્લા સાતસો વર્ષથી હોળીના દિવસે એક વિશેષ પરંપરા ઉજવવામાં આવે છે. જેમાં ગામમાં ચૌધરી સમાજમાં જેને પણ પહેલુ સંતાન થાય તેની ઝેમનો પ્રસંગ ઉજવવામાં આવે છે. 

Holi 2023: પાટણના બ્રાહ્મણવાડા ગામમાં 700 વર્ષ જૂની પરંપરા, માતાઓ આ રીતે કરે છે હોળીની ઉજવણી

પ્રેમલ ત્રિવેદી, પાટણઃ આજે રાજ્યભરમાં હોળીનો તવેહાર ઉજવવામાં આવી રહ્યો છે. હોળીના દિવસે ઘણા લોકો ઉપવાસ રાખે છે અને હોળીના દર્શન કર્યા બાદ ભોજન કરે છે. ત્યારે પાટણ જિલ્લાના ભ્રાંમણવાડા ગામમાં હોળીના દિવસે સાતસો વર્ષથી એક પરંપરા ચાલી આવી રહી છે. જેનું આજે પણ પાલન કરવામાં આવે છે. માતાની મમતા ઇતિહાસના પન્નાઓમાં આજે પણ કોતરાયેલી જોવા મળે છે. એટલેજ કવિઓ પણ કહી ગયા છે કે જનનીની જોડ સખી નહિ મળે રેલોલ.. કહેવાય છે કે માતાના પ્રેમ આગળ જગતના તમામ પ્રેમ ફીકા પડી જાય છે. માતાઓ પોતાના સંતાન માટે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દેતા જરા પણ પાછી પાની કરતી નથી, તેવા અનેક દાખલા આપડે સમાજ જીવનમાં જોતા આવ્યા છીએ... જોકે  આવીજ એક પરંપરા આજે પણ જીવંત છે, જ્યાં પોતાના બાળકોના સારા સ્વાસ્થ્ય માટે માતાઓ મુકે છે દોટ. ઉઘાડા પગે દોટ મુકતી જનેતાઓને નિહાળવો પણ એક લહાવો છે તો ક્યા દોડી જનેતાઓ આવો જોઈએ વિસ્તારથી..

સાતવો વર્ષથી ચાલે છે પરંપરા
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા પાટણ ગામે છેલ્લા સાતસો વર્ષથી હોળીના દિવસે એક વિશેષ પરંપરા ઉજવવામાં આવે છે. જેમાં ગામમાં ચૌધરી સમાજમાં જેને પણ પહેલુ સંતાન થાય તેની ઝેમનો પ્રસંગ ઉજવવામાં આવે છે.  આ પ્રસંગ સમગ્રમાં ગામની મહિલાઓ જોડાય છે જેમાં જેના ઘરે પ્રથમ પુત્રનો જન્મ થયો હોય તેની માતા હોળીની ઝેમ નિમિત્તે આ દિવસે આખો દિવસ ઉપવાસ રાખે છે. બાદમાં પોતાના દીકરાને નવા કપડામાં તૈયાર કરવામાં આવે છે બાદમાં સમુહમાં ગામ વચ્ચે બધા બાળકો તેના પરિવાર સાથે ગામના ચોકમાં ભેગા થાય છે ત્યાર બાદ ગોગાબાપજીના મંદિરે જાય છે જ્યાં સુખડીનો પ્રસાદ ધરાવાય છે અને પૂજા થાય છે.

બાળકોના સારા સ્વાસ્થ્ય માટે માતાઓ લગાવે છે દોડ
સમગ્ર સમાજની બહેનો આ ઉત્સવમાં જોડાય છે. ઘીની સુખડીનો પ્રસાદ કરવામાં આવે છે આ પ્રસાદ તમામ ઘરે આપવામાં આવે છે. જે મહિલાને ઝેમ હોય છે તે મહિલાને ગોગાબાપજીના મંદિરે દર્શન કરવાના હોય છે. ત્યાર બાદ તમામ ઉપવાસ ધારી મહિલાઓ મંદિરેથી ઉઘાડા પગે તેમના હાથમાં શ્રીફળ રાખે છે. જ્યાં તેમની પાંસલી ભરાવવામાં આવે છે. પુજારીઓ દ્વારા દોડમાં ભાગ લેનાર માતાઓના હાથ કપડાથી બાંધવામાં આવે છે. તેમના બાળકના માથાના વાળની એક લટ માતા તેમની સાથે રાખે છે તેમજ ઉઘાડા પગે મહિલાઓ તેના વાળ પણ દોડતી વેળા છુટા રાખે છે... બાદમાં પુજારી દોડ માટેની આદેશ કરતાજ મહિલાઓ ધોમ ધમતા તડકામાં ઉઘાડા પગે માર્ગપર બે કિલો મીટર સુધીની દોટ મુકે છે. આ દોડ પાછળની એક લોક વાયકા મુજબ આમ કરવાથી પોતાના બાળકની સલામતી તેમજ સારૂ સ્વાસ્થ સારૂ રહે છે. તેના માટે મહિલાઓ આ પરંપરાને પેઢી દર પેઢી આજે પણ જાળવી રાખી છે. જેમાં ચાલુ સાલે ગામની 9 જેટલી મહિલાઓને ત્યાં પ્રથમ પુત્રની પ્રાપ્તિ થઈ અને તે તમામ બહેનોએ આ પરંપરા માં પોતાના પુત્ર માટે લીધો છે ભાગ.

ગોગા મહારાજના મંદિરેથી વેરાઈ માતાના મંદિર સુધીની લઘભગ બે  કિલોમીટર જેટલી લાંબી દોડ મહિલાઓ ગણત્રીની મિનિટો માં જ પૂરી કરી દે છે. જોકે આ દોડમાં પરિવારની અન્ય મહિલાઓ પણ મદદ કરવા માટે સાથે દોડે છે. ત્યાર બાદ વેરાઈ માતાના મંદિરે જઈને માતાજીના દર્શન કરી આ ઝેમની બાધા પૂર્ણ કરવામાં આવે છે. જોકે આ દોડમાં જે મહિલા પ્રથમ આવે છે તેના પુત્ર પર માતાજીનો વિશેષ આશીર્વાદ મળે છે તેવી પણ એક માન્યતા રહેલી છે. બાદમાં મંદિરે આવેલ તમામ ઉપવાસ ધારી અને દોડ ધારી મહિલાઓને મંદિરે માતાજીના પુજારી દ્વારા આશીર્વાદ આપવામાં આવે છે. બાદમાં આ શ્રદ્ધાની દોડ પૂર્ણ માનવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news