પાક વળતર ચુકવવા મુદ્દે ઠાગાઠૈયા કરતી વીમા કંપનીઓની હાઇકોર્ટે ઝાટકણી કાઢી

પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો ગુજરાતમાં યોગ્ય અમલ નહીં થઈ રહ્યો હોવાની ફરિયાદ સાથે હાઇકોર્ટમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ અરજી કરી હતી

પાક વળતર ચુકવવા મુદ્દે ઠાગાઠૈયા કરતી વીમા કંપનીઓની હાઇકોર્ટે ઝાટકણી કાઢી

આશ્કા જાની/અમદાવાદ : પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો ગુજરાતમાં યોગ્ય અમલ નહીં થઈ રહ્યો હોવાની ફરિયાદ સાથે હાઇકોર્ટમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ અરજી કરી હતી. આ મુદ્દે આજે રાજ્ય સરકારે એફિડેવિટ કરી જવાબ રજૂ કર્યો. જેમાં કહ્યું કે પાકના નુકસાનું વળતર ચૂકવું જોઈએ. ગુજરાત સરકારે હાઇકોર્ટના આદેશ મુજબ બ્લેક લિસ્ટ માટેના વીમા કંપનીઓનું એક લિસ્ટ તૈયાર કરી કેન્દ્ર સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી છે. 

આ મામલે હાઇકોર્ટે વીમા કંપનીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનવણી 17 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. ખેડૂતોએ કરેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે વર્ષ 2017 -18 માં ખેડૂતોને પાક વિમાનો લાભ મળ્યો નથી. ખેડૂતોની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે પાક નિષ્ફળ જાય ત્યારે યોગ્ય સર્વેના અભાવે તેમને પાક વિમાના પૈસા મળતા નથી. 

સર્વેના થયો હોય ત્યાં સુધી તેઓ અન્ય પાક લે તો પાક વિમો ના મળે તેવી પરિસ્થિતિનો ખેડૂતો સામનો કરી રહ્યા છે. લોન લેતી વખતે પાક વીમાના પ્રીમિયમના પૈસા તો કાપી લેવાય છે, પરંતુ પાક નિષ્ફળ જાય અને ચુકવણી કરવાની આવે ત્યારે ઇન્શ્યોરન્સ કંપની ઠાગાઠૈયા કરે છે. જે બાબતે ધ્યાને રાખીને હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર, ઇન્સ્યોરન્સ કંપની, કૃષિ વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ ઇશ્યુ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news