ભારતમાં બનેલી બંને કોરોના વેક્સીનને બનાવવામાં ગુજરાતનો મોટો રોલ
કોરોના વાયરસના કેહેર વચ્ચે સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતની કેડિલા ફાર્મા દ્વારા તૈયાર કરવામાં આવેલી રસીને માનવ પરીક્ષણ માટે મંજૂરી આપવામાં આવી છે. કેડીલા ફાર્મા દ્વારા ઇનહાઉસ રસી તૈયાર કર્યા બાદ તેને માનવ પરીક્ષણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય હૈદરાબાદના ભારત બાયોટેક દ્વારા તૈયાર થયેલી રસીનું પણ ગુજરાત કનેક્શન છે. કારણકે આ રસી બનાવનાર કંપનીનું મેન્યુફેક્ચરિંગ યુનિટ અંકલેશ્વરમાં આવેલું છે. રાજ્યમા કેડીલા સિવાય પણ અન્ય કંપનીઓ વેકસીન અને એન્ટી વાયરલ દવાઓ બનાવવા પણ પ્રયોગ કરી રહી છે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :કોરોના વાયરસના કેહેર વચ્ચે સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતની કેડિલા ફાર્મા દ્વારા તૈયાર કરવામાં આવેલી રસીને માનવ પરીક્ષણ માટે મંજૂરી આપવામાં આવી છે. કેડીલા ફાર્મા દ્વારા ઇનહાઉસ રસી તૈયાર કર્યા બાદ તેને માનવ પરીક્ષણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય હૈદરાબાદના ભારત બાયોટેક દ્વારા તૈયાર થયેલી રસીનું પણ ગુજરાત કનેક્શન છે. કારણકે આ રસી બનાવનાર કંપનીનું મેન્યુફેક્ચરિંગ યુનિટ અંકલેશ્વરમાં આવેલું છે. રાજ્યમા કેડીલા સિવાય પણ અન્ય કંપનીઓ વેકસીન અને એન્ટી વાયરલ દવાઓ બનાવવા પણ પ્રયોગ કરી રહી છે.
Breaking : સુરતમાં પાનના ગલ્લા બંધ, જાણો ક્યા સુધી
ફૂડ એન્ડ ડ્રગ સેફ્ટી વિભાગના કમિશનર ડો. હેમંત કોશિયાએ જણાવ્યું કે, કોરોના વાયરસ સામે લડવા રસી ખૂબ મહત્વનો ભાગ ભજવી શકે છે અને આ રસીની શોધ વિશ્વના અન્ય દેશોની જેમ ભારતમાં પણ થઈ રહી છે. હૈદરાબાદની ભારત બાયોટેક સિવાય ગુજરાતની કેડિલા ફાર્મા દ્વારા પણ તૈયાર કરવામાં આવેલી રસીના માનવ પરીક્ષણ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. કેડિલાના રિસર્ચ વિંગ દ્વારા તૈયાર થયેલી આ રસીનુ શરૂઆતી સંશોધન થઈ ચૂક્યું છે અને હવે રસીની માણસો પર અસર માટે મંજૂરી આપવામાં આવી છે.
કેડિલા સિવાય પણ હૈદરાબાદની ભારત બાયોટેક દ્વારા રસીના પરીક્ષણ માટે મંજૂરી આપવામાં આવી છે. જે કંપનીનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ અંકલેશ્વરમાં આવેલો છે. રાજ્યમાં કેડિલા સિવાય પણ અન્ય કંપનીઓ દ્વારા એન્ટી વાયરલ દવાઓ અને રસી માટે સંશોધન કરવામાં આવી રહ્યું છે.
તેઓએ જણાવ્યું કે, માનવ પરીક્ષણ માટે સરકાર તરફથી ફાર્મા કંપનીઓને પરમિશન મળી ચુકી છે, ત્યારે એવો આશાવાદ વ્યક્ત કરવમાં આવી રહ્યો છે કે વર્ષના અંત સુધીમાં દેશમાં બનેલી રસી બજારમાં પણ ઉપલબ્ધ હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે