ક્યાંક દાટી દેવાઇ તો ક્યાં કુવામાં ફેંકી દેવાઇ, નવજાત બાળકીઓનો બચી ગયો જીવ
એક ઘટના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા ગાંભોઈની છે જ્યાં બાળકીને મારવા માટે જીવતિ જમીનમાં દાટી દેવામાં આવી હતી. તો બીજી ઘટના દાહોદ જિલ્લાના ગરબાડા ગામની છે. જ્યાં બાળકીને કુવામાં ફેંકી દેવામાં આવી હતી.
Trending Photos
અમદાવાદ: ' ગુજરાતમાં બે એવી ઘટનાઓ સર્જાઇ જેણે ભલભલા નિર્દયના વ્યક્તિના હદયને હમચાવી દીધું છે. સતત લોકમુખે આ જ ઘટનાની ચર્ચા થઇ રહી છે. અહીં બે નવજાત બાળકીઓને જન્મના થોડા કલાકો બાદ જ મોતને હવાલે કરી દેવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો. એકને જીવતી જમીનમાં દાટી દેવામાં આવી તો બીજીને કુવામાં ફેંકી દેવામાં આવી. જન્મ બાદ કલાકો સુધી બાળકી ભૂખી તરસી પડી રહી, જેણે જમીનમાં દાટી દેવામાં આવી, તેના મોંઢા અને નાકમાં માટી ભરાઇ ગઇ. તે ત્રણ કલાક સુધી દબાઇ રહી. તો બીજી એક ઘટનામાં બાળકીને કુવામાં ફેંકી દેવામાં આવી પરંતુ તેને કશું જ થયું નહી. કારણ કે ભગવાનને બીજું કંઇક જ મંજૂર હતું. કલાકો બાદ બાળકીને નિકાળવામાં આવી અને તે જીવિત છે. બંને બાળકીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
એક ઘટના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા ગાંભોઈની છે જ્યાં બાળકીને મારવા માટે જીવતિ જમીનમાં દાટી દેવામાં આવી હતી. તો બીજી ઘટના દાહોદ જિલ્લાના ગરબાડા ગામની છે. જ્યાં બાળકીને કુવામાં ફેંકી દેવામાં આવી હતી. બાળકી ઝાઇડસ હોસ્પિટલમાં એડમિટ છે. સાબરકાંઠા અને દાહોદ બંનેમાં બાળકી માટે નિયતિએ કંઇક અલગ જ વિચાર્યું હતું.
કુવામાંથી આવી રહ્યો હતો બાળકીનો રડવાનો અવાજ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભે ગામે એક 40 ફુટ ઉંડા કૂવામાં તરછોડી દેવાયેલી બે દિવસની બાળકી મળી આવતાં ચકચાર મચી છે. આ બાળકીને પાણી વગરના કૂવામાં દોરડુ બાંધીને ઉતારી હોવાની આશંકાઓ વ્યક્ત કરાઇ રહી છે. કુવામાં પડેલી બાળકીને જોઇને આસપાસનાં સ્થાનિક લોકો એકઠા થયા હતા અને ગામનાં સરપંચને જાણ કરી હતી. બાદમાં જાગૃત લોકો દ્વારા માસૂમ બાળકીને તાત્કાલિક બહાર કાઢવામાં આવી હતી અને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી.
બાળકીને બહાર કાઢવા માટે 40 ફુટ ઊંડા કૂવામાં બચાવકર્તાઓને દોરડુ બાંધીને નીચે ઉતારવામાં આવ્યા હતાં. બાળકીના પગ અને શરીરે લાલ કીડીઓ ફરતી જોવા મળી હતી. યુવાનોએ કીડીઓ દૂર કરી હતી. ત્યાર બાદ દોરડા વડે ટોપલો બાંધીને નીચે ઉતારી બાળકીને બહાર કાઢીને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી. બાળકીના પગ ઉપર કીડીઓએ ચટકા દીધેલા સંખ્યાબંધ નિશાન જોવા મળ્યા હતાં.
ઘરમાં જ થયો હતો બાળકીનો જન્મ!
ગ્રામજનોએ 108 એમ્બ્યુલન્સને કોલ કરી બાળકીને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. ગરબડા પોલીસ સબ ઇન્સપેક્ટર યૂઆર ડામોરે જણાવ્યું હતું કે બાળકીના માતા-પિતા અથવા કુવામાં છોડી ગયેલા વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી છે. બાળકીને મરવા માટે કૂવામાં છોડી દેનારી મહિલા સામે ગરબાડા પોલીસે બાળકીને ત્યજનારી અજાણી મહિલા સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. કોઇ છોકરી કૂંવારી માતા બની હોવાથી આ બાળકીને મરવા માટે જીવતી ત્યજી દીધી હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે બાળકીનો જન્મ ઘરમાં થયો છે કારણ કે બાળકીની ગર્ભનાળ કાપેલી ન હતી અને ના તો કોઇ હોસ્પિટલનું ચિન્હ બાળકના હાથ પર હતું.
ખોદેલી માટી જોઇ ડર્યા લોકો
હિંમતનગરના ગાંભોઇમાં હિંમતનગર-શામળાજીના રહેવાસી જિતેન્દ્ર સિંહ ધાબીએ જણાવ્યું કે તે વહેલી સવારે ખેતરો પર ગયા. અહીં તેમણે જોયું કે કેટલીક માટી ખોદેલી જોવા મળી હતી. વરસાદની સિઝનમાં આ પ્રકારે ખોદેલી માટી જોઇ તે ડરી ગયા હતા. જિતેન્દ્રએ જણાવ્યું હતું કે તેમને પહેલાં લાગ્યું કે કદાચ કોઇ ઝેરી સાપ અથવા કોઇ જાનવર હોઇ શકે છે. જોકે તેમને કોઇ બાળકના રડવાનો ધીમો ધીમો અવાજ સંભળાયો. તે હિંમત કરીને ત્યાં પહોંચ્યા તો ગરબડ લગી.
નાક અને મોંઢા પર ભરાઇ ગઇ હતી માટી
જિતેન્દ્રએ પોતાની પુત્રને બૂમ પાડી. તેમના પુત્રએ ધીમે ધીમે હાથ વડે માટી હટાવી તો તેમને કીચડમાં દબાયેલી બાળકીના પગ જોવા મળ્યા. બાળક જોયા બાદ તેમણે જલદી જ માટી હટાવી તો તે નવજાત હતું. તેમણે જોયું કે બાળકી જિવિત હતી. તાત્કાલિક એંબુલન્સ બોલાવી બાળકીને હોસ્પિટલ લઇ જવામાં અવી. બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેના મોંઢા અને નાક પર માટી ભરાઇ ગઇ હતી, જેના લીધે તે શ્વાસ લઇ શકતી ન હતી.
'3 કલાક સુધી માટીમાં દટાયેલી રહી'
હિંમતનગર સિવિલના રેસીડેન્ટ મેડિકલ ઓફિસરે જણાવ્યું કે જે બાળકીને જમીનમાં દાટવામાં આવી હતી તે સમય પહેલાં લગભગ સાત મહિનામાં પેદા થઇ હતી. તેનું વજન ફક્ત 1 કિલો છે. તેની ગર્ભનાળ જોડાયેલી હતી. તે લગભગ ત્રણ કલાક સુધી દફન રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે