ગુજરાતના મંત્રી રમણ પાટકર કોરોનાની ઝપેટમાં આવ્યા
નેતાઓ કોરોનાની ઝપેટમાં આવવાનો સિલસિલો યથાવત છે. ગઈકાલે ગેનીબેન ઠાકોર બાદ હવે આજે રાજ્યકક્ષાના વન પ્રધાન રમણ પાટકરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કોરોનાની સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. રમણ પાટકર ગઈકાલે હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે ગયા હતા. જેના બાદ તેઓમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા કોરોનાનો રિપોર્ટ કરાવાયો હતો. તબિયત નાદુસ્ત હોવાથી તેઓએ આજે કેબિનેટમાં ન આવવાનો પણ નિર્ણય કર્યો હતો, પરંતુ તે પહેલા જ તેઓને હોસ્પિટલ દાખલ કરાયા હતા.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :નેતાઓ કોરોનાની ઝપેટમાં આવવાનો સિલસિલો યથાવત છે. ગઈકાલે ગેનીબેન ઠાકોર બાદ હવે આજે રાજ્યકક્ષાના વન પ્રધાન રમણ પાટકર (Raman patkar) નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કોરોનાની સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. રમણ પાટકર ગઈકાલે હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે ગયા હતા. જેના બાદ તેઓમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા કોરોના (Coronavirus) નો રિપોર્ટ કરાવાયો હતો. તબિયત નાદુસ્ત હોવાથી તેઓએ આજે કેબિનેટમાં ન આવવાનો પણ નિર્ણય કર્યો હતો, પરંતુ તે પહેલા જ તેઓને હોસ્પિટલ દાખલ કરાયા હતા.
અષાઢમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લા અનરાધાર, દ્વારકા-જામનગરમાં સીઝનનો 100% વરસાદ ખાબક્યો
રમણ પાટકર આ અગાઉ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને યોજાયેલી અનેક મીટિંગોમાં હાજર રહ્યા હતા. પરંતુ તેમની તબિયત નાદુરસ્ત રહેતા તેઓ જાતે જ ટેસ્ટ કરાવવા પહોંચ્યા હતા. ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો ભાજપના કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તો બીજી તરફ, ભરતસિંહ સોલંકીની તબિયત પણ નાજુક છે. તેઓ હજી પણ વેન્ટીલેટર પર છે.
આ ઉપરાંત મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સ્વામીની તબિયત પણ નાદુરસ્ત છે. ગઈકાલે આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીના હૃદયમાં તકલીફ વધી હતી. આચાર્ય પુરુષોત્તમપ્રિય દાસજીને વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા છે. તેઓ હાલ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આચાર્ય સહિત ગાદી સંસ્થાનના 8 સંતોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે