કરોડો ગુજરાતીઓના શ્વાસ થંભાવી દેશે આ વાત! વરસાદને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી
Gujarat Weather Forecast : આજથી બંગાળના ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ થશે સક્રિય,,, 18-19 અને 20 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતમાં,,, તો 21થી 24 દરમિયાન સૌરાષ્ટમાં વરસાદની અંબાબાલ પટેલે આપી આગાહી,,,
Trending Photos
Monsoon Prediction: આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે.12 સપ્ટેમ્બરથી બંગાળાના ઉપસાગરમા ઉભું થતા 14 સપ્ટેમ્બરથી મજબૂત બનીને ઉત્તર ઓરિસ્સા તરફ આગળ વધી મહારાષ્ટ્રના ભાગોમાં થઇને મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ લાવશે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના દક્ષિણ, મધ્ય અને ઉત્તર ભાગમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આજે અમદાવાદ સહિતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
આ ઉપરાંત આ સિસ્ટમ મજબૂત થઈને 15-16 સુધીમાં મધ્ય પ્રદેશ અને 18-19-20 માં ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવશે. આ સાથે જ આજથી 4 દિવસ ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની હવામાનની આગાહી છે, જેમાં માત્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી અને સુરતમાં વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તે મુજબ 17 થી 23 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે. દરમિયાન દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે. આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં 4 ઈંચથી વધુ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં 4 થી 6 ઈંચ વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. જેને લઈ નદીઓ બે કાંઠે વહે તેવી સંભાવના છે.
અંબાલાલ પટેલે નવરાત્રિ અને દિવાળીને લઈ વરસાદની આગાહી કહી છે. આ આગાહીથી લોકોમાં દુખી અને સુખી બન્ને માહોલ જોવા મળી રહ્યો છે. અંબાલાલની સૌથી મોટી આગાહી સામે આવી રહી છે. અંબાલાલનું કહેવું છે કે આ વખતે નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે. તો વળી દિવાળીના તહેવારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંબાલાલે નવા વર્ષના પ્રારંભે પણ વરસાદ થઈ શકે એવું કહ્યું છે.
આગામી ત્રણ દિવસ વરસાદ થવાની શક્યતાઓ છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર સહિત દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આગામી 5 દિવસ દરમિયાન કરવામાં આવેલી આગાહીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
વધુ એક મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવી
આ દિવસોમાં મધ્ય ગુજરાતમાં વરસાદ થશે. તારીખ 19-20 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. 21-22-23 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. 23-24 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. મધ્યપ્રદેશમાં કેટલીક નદીઓમાં પુરની શક્યતા છે. 23-24 સપ્ટેમ્બરે વડોદરા, અમદાવાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. આ સમયે અરબસાગર અને અને બંગાળાની ખાડીમાં હલચલ થશે.
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આજે સુરત, નવસારી, નર્મદા, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગર, અમરેલી તેમજ ગીર-સોમનાથમાં વરસાદની શક્યતા છે. 14 અને 15 સપ્ટેમ્બરે દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં વરસાદ પડી શકે છે. 16 સપ્ટેમ્બરે પણ આ તમામ સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
14મી તારીખે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની શક્યાતાઓ છે. 15મીએ જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ તથા 16મી તારીખે પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે