Gujarat Exit Poll: 4 એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને બખ્ખાં! બે સરવેમાં કોંગ્રેસને ફાયદો, જાણો Exit Poll ના આંકડા
Gujarat Exit Poll Result 2024: એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપ ક્લીન સ્વીપ કરવાનું દેખાડી રહી છે. એટલે કે ગુજરાતમાં ભાજપ તમામ 26 એ 26 બેઠકો જીતી શકે છે. જ્યારે બાકીની ત્રણ સરવે ગુજરાતમાં ભાજપને એકથી બે સીટનું નુકસાન થાય તેવી ભવિષ્યવાણી કરી રહ્યા છે.
Trending Photos
Gujarat Lok Sabha Exit Poll Result: ગુજરાતની 25 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન થયું હતું. કુલ 56.23 ટકા મતદાન નોંધાયું હતું. આજે સાતમા ચરણના મતદાન બાદ ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે એક્ઝિટ પોલના આંકડા જાહેર થઈ ચૂક્યા છે. ગુજરાતમાં ફરી એકવાર મિશન 26 સાકાર થશે. કોંગ્રેસ-AAPનું ગઠબંધન પણ ભાજપ સામે ફેલ થતું દેખાઈ રહ્યું છે. EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ભાજપનો વોટશેર ઘટશે, પરંતુ ગુજરાતમાં કોંગ્રેસનો વોટશેર વધશે. તમને જણાવી દઈએ કે, સુરતની એક બેઠક બીજેપી પહેલા જ જીતી ચુકી છે.
અત્યાર સુધી સામે આવેલા એક્ઝિટ પોલ પ્રમાણે ચાર સર્વે ગુજરાતમાં ભાજપ ક્લીન સ્વીપ કરવાનું દેખાડી રહી છે. એટલે કે ગુજરાતમાં ભાજપ તમામ 26 એ 26 બેઠકો જીતી શકે છે. જ્યારે બાકીની ત્રણ સરવે ગુજરાતમાં ભાજપને એકથી બે સીટનું નુકસાન થાય તેવી ભવિષ્યવાણી કરી રહ્યા છે.
એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલના ડેટા અનુસાર ગુજરાતમાં NDAને 62 ટકા વોટ મળવાની સંભાવના છે, ઈન્ડિયા એલાયન્સને 35 ટકા વોટ અને અન્યને 3 ટકા વોટ મળવાની શક્યતા છે. એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલ અનુસાર, ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી એનડીએને 25-26 બેઠકો અને ઈન્ડિયા એલાયન્સને 0-1 બેઠકો મળવાની સંભાવના છે. જ્યારે અન્યને 0 બેઠકો મળવાની શક્યતા છે.
ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયા ગુજરાતમાં ભાજપને 25થી 26 સીટ મળવાનો અંદાજ છે. જ્યારે કોંગ્રેસને એક સીટ મળી શકે છે. ઇન્ડિયા ટીવી-CNX, ન્યૂઝ24-ટુડેઝ ચાણક્યા, ટીવી9 ભારતવર્ષ, તેમજ ટાઇમ્સ નાઉના એક્ઝિટ પોલમાં ભાજપ ગુજરાતમાં ક્લિનસ્વિપ કરશે, એટલે કે ભાજપ તમામ 26 બેઠક જીતશે તેવી આગાહી કરી રહ્યું છે. જ્યારે રિપબ્લિક-મૈટ્રિઝના સરવેમાં ભાજપને 24થી 26 અને કોંગ્રેસને વધુમાં વધુ 2 સીટ મળવાનું તારણ સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. સુરત બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા સુરત લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા બન્યા હતા. તમને જણાવીએ કે વર્ષ 2014 અને 2019માં ગુજરાતની આ તમામ બેઠકો ભાજપે કબજે કરી હતી. જ્યારે કોંગ્રેસના ખાતામાં એકપણ સીટ આવી ન હતી. આ વખતે I.N.D.I.A નામથી બનેલા ગઠબંધન હેઠળ ગુજરાતમાં આમ આદમી 2 સીટ ભરૂચ અને ભાવનગર એમ 2 સીટ ચૂંટણી લડી હતી, જ્યારે બાકીની 24 સીટ પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે