વર્ષ 2015 ની ચૂંટણીમાં તમામ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો
Trending Photos
- વર્ષ 2015માં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી. તમામ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં આજે મતદાનનો મહાદિવસ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે 7 ના ટકોરે મતદાન (gujarat election) ની શરૂઆત થઈ ગઈ છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. પરંતુ 2015 ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Polls) પર એક નજર કરવા જેવી છે.
6 મહાનગરપાલિકાની પાછલી ચૂંટણી જે વર્ષ 2015માં યોજાઈ હતી તેના પરિણામ પર નજર કરીએ તો, વર્ષ 2015માં અમદાવાદ મહાનગરપાલિકા (gujarat election) ની ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી. તમામ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો. તો સાથે જ કયા મહાનગરપાલિકામાં કોને કેટલી બેઠક મળી હતી તે પણ જાણીએ.
- અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠકમાંથી ભાજપે 142 બેઠક જીતી હતી. કોંગ્રેસે 49 બેઠક જીતી હતી. જ્યારે 1 બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ હતી.
- રાજકોટ મહાનગરપાલિકાની વર્ષ 2015ની ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી. રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠક પર ભાજપે 40 બેઠક જીતી હતી. કોંગ્રેસે 32 બેઠકો જીતી હતી.
- વર્ષ 2015ની ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો વર્ષ 2015માં ભાવનગર મહાનગર પાલિકામાં ભાજપે ચૂંટણી જીતી હતી. ભાવનગર મહાનગરપાલિકાની 52 બેઠકમાંથી ભાજપ 34 બેઠક જીતી હતી. કોંગ્રેસે 18 બેઠક જીતી હતી.
- જામનગરમાં વર્ષ 2015માં ભાજપે ચૂંટણી જીતી હી. જામનગર મહાનગપાલિકાની 64 બેઠકમાંથી 38 બેઠક પર ભાજપની જીત થઈ હતી. કોંગ્રેસે 24 બેઠક જીતી હતી. જ્યારે 2 અપક્ષ ઉમેદવારોએ જીતી હતી.
- સુરત મહાનગરપાલિકામાં વર્ષ 2015માં ભાજપે ચૂંટણી જીતી હતી. સુરતમહાનગરપાલિકાની 116 બેઠકમાંથી ભાજપે 80 બેઠક જીતી હતી. જ્યારે કોંગ્રેસે 36 બેઠક જીતી હતી.
- વર્ષ 2015ની વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી. વડોદરા મહાનગરપાલિકાની 76માંથી 58 બેઠક પર ભાજપે જીત દર્જ કરી હતી. કોંગ્રેસે 14 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે અપક્ષ ઉમેદવારોએ 4 બેઠક જીતી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે