ધો.12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ: વિદ્યાર્થીઓએ 'ગણિત' બરોબર ગણ્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર કરાયું છે. રાજ્યમાં સરેરાશ પરિણામ 71.90 ટકા નોંધાયું છે. પરંતુ આ પરિણામમાં ગુજરાતની જુની ઓળખ ફરી એકવાર સાબિત થઇ છે કે ગુજરાતીઓ ગણિતમાં પાક્કા હોય છે. બી ગ્રુપ કરતાં એ ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ ઉંચું નોંધાયું છે

ધો.12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ: વિદ્યાર્થીઓએ 'ગણિત' બરોબર ગણ્યું

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર કરાયું છે. રાજ્યમાં સરેરાશ પરિણામ 71.90 ટકા નોંધાયું છે. પરંતુ આ પરિણામમાં ગુજરાતની જુની ઓળખ ફરી એકવાર સાબિત થઇ છે કે ગુજરાતીઓ ગણિતમાં પાક્કા હોય છે. બી ગ્રુપ કરતાં એ ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ ઉંચું નોંધાયું છે. 

રાજ્યમાં એકંદરે 1,24,694 પરીક્ષાર્થી નોંધાયા હતા જે પૈકી 1,23,860 પરિક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા છે. જેમનું સરેરાશ પરિણામ 71.90 ટકા નોંધાયું છે. ગ્રુપના પરિણામની વાત કરીએ તો બાયોલોજી વિષય સાથેના બી ગ્રુપ કરતાં ગણિત વિષયના એ ગ્રુપનું પરિણામ ઉંચુ નોંધાયું છે. રાજ્યમાં એ ગ્રુપનું સરેરાશ પરિણામ 78.92 ટકા નોંધાયું છે. જ્યારે બી ગ્રુપનું સરેરાશ પરિણામ 67.26 ટકા નોંધાયું છે. 

ગ્રુપ પરિણામની વિગતે વાત કરીએ તો રાજ્યમાં 49,349 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 10401 પરીક્ષાર્થી કાચા પડ્યા હતા અને સરેરાશ 78.92 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે બી ગ્રુપમાં 74,483 પરીક્ષાર્થી હતા જે પૈકી 24,389 કાચા પડ્યા છે અને સરેરાશ પરિણામ 67.26 ટકા નોંધાયું છે. આ ઉપરાંત  28 પરીક્ષાર્થીઓએ એ અને બી બંને ગ્રુપની પરીક્ષા આપી હતી. જે પૈકી 10 કાચા પડ્યા છે અને સરેરાશ પરિણામ 64.29 ટકા નોંધાયું છે. 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news