ઉ. ગુજરાતના બાળકો હવે સેનામાં જોડાઈ દેશની સેવા કરશે! દેશની પહેલી સૈનિક સ્કૂલનું ખાતમુહૂર્ત

મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા નવીન બનનાર સાગર સૈનિક સ્કૂલનું મહેસાણા દૂધસાગર રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસોસિએશન દ્વારા સૈનિક સ્કૂલનું સંચાલન કરવામાં આવશે.

ઉ. ગુજરાતના બાળકો હવે સેનામાં જોડાઈ દેશની સેવા કરશે! દેશની પહેલી સૈનિક સ્કૂલનું ખાતમુહૂર્ત

તેજસ દવે/મહેસાણા: મહેસાણા દૂધસાગર ડેરી હસ્તગત નવીન સૈનિક સ્કૂલનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મહેસાણાના બોરીયાવી ગામે નવીન સાગર સૈનિક સ્કૂલનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

રૂપિયા 75 કરોડના ખર્ચે 11 એકર જમીનમાં આકાર લેનારી નવીન સાગર સૈનિક સ્કૂલના નિર્માણથી ભારતની સેવા કરવા માંગતા ઉત્તર ગુજરાતના બાળકો સેનામાં જોડાઈ દેશ સેવા કરી શકશે. ત્યારે હવે જામનગર બાદ મહેસાણામાં પણ બાળકો ભણતરના પાઠ સાથે જીવનના ઘડતરના પાઠ ભણશે અને સૈનિક સ્કૂલના શિક્ષણના માધ્યમથી બાળકો રાષ્ટ્ર સેવામાં જોડાશે.

તેમજ મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા નવીન બનનાર સાગર સૈનિક સ્કૂલનું મહેસાણા દૂધસાગર રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસોસિએશન દ્વારા સૈનિક સ્કૂલનું સંચાલન કરવામાં આવશે.

આપને જણાવીએ કે, આ સાગર સૈનિક સ્કૂલમાં વર્ષ 2022-23 એકેડેમિક વર્ષમાં ધોરણ-6માં 46 છોકરા અને 4 છોકરી એમ કુલ 50 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જયારે વર્ષ 2023-24નાં એકેડેમિક વર્ષમાં સીટની સંખ્યા વધારીને 80 કરવામાં આવી છે. જેમાં 10 ટકા છોકરીઓ માટે આરક્ષિત કરાઈ છે. ધોરણ-6માં 51 છોકરા અને 4 છોકરી એમ કુલ 55 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news