સિંહોના વાયરલ થયેલા એકસાથે 3 Videoને જોવાનો લ્હાવો ચૂકતા નહિ, આ રહ્યાં...
Trending Photos
રજની કોટેચા/ગીર-સોમનાથ :ગીરના સિંહો ગુજરાતનું ગર્વ છે. તેથી જ સિંહોને લગતા દરેક સમાચાર, દરેક વીડિયોમાં લોકોને રસ જાગે છે. સોશિયલ મીડિયા પર સિંહોના વીડિયો (Lion video) વાયરલ થતા વાર પણ નથી લાગતી. સિંહોની લટાર, સિંહોનો શિકાર, સિંહ પરિવાર, શહેરમાં આવી ચઢતા સિંહોને જોવામાં દરેકને રસ પડે છે. ત્યારે આજે ગીરના જંગલમાંથી આવેલા સિંહોના લેટેસ્ટ વીડિયો (Viral Video) પર નજર કરીએ.
વીડિયો-1
ગીર સોમનાથના જંગલ વિસ્તારમાં વિહરતો મોટો સિંહ પરિવાર જોવા મળ્યો છે. કડકડતી ગુલાબી ઠંડીમાં પક્ષીઓની કીલાકારી વચ્ચે સિંહ પરીવારની મસ્તી જોવા મળી હતી. સિંહ, સિંહણ અને 3 સિંહ બાળની મસ્તાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વીડિયો-2
તલાલા ગીરના ધાવા ગામનો આ વીડિયો જોવાની તમને મજા આવશે. અહીં એકસાથે 9 સાવજોએ ધામા નાંખ્યા હતા. ઉકાભાઈ માધાભાઈ ગધેસરિયા નામના ખેડૂતની વાડીમાં એકાએક સિંહો ધસી આવ્યા હતા. સિંહોએ અહીં ખેતરમાં વિહરતી નીલ ગાયનું મારણ કર્યું હતું અને બાદમાં આખા સિંહ પરિવારે મિજબાની માણી હતી. તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં 9 સિંહોના ધામાના પગલે ખેડૂતોમાં ફફડાટ જોવા મળ્યો છે. વીજ વિભાગ દ્વારા રાત્રિના સમયે જ વીજ પુરવઠો આપાતો હોવાથી ખેડૂતોને ફરજિયાત રાત્રિના સમયે ખેતરમાં પાણી વાળવા જવું પડે છે. જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં સાવજોના આગમનના પગલે વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. સાવજોને જંગલમાં પૂરતો ખોરાક મળતો ના હોવાથી બોર્ડર પરના ગ્રામ્ય વિસ્તારોમાં આવી ચઢે છે. ત્યારે ધાવા ગીરમાં એકસાથે 9 સાવજોની શાહી મિજબાનીનો આ વીડિયો તમે પણ જોઈ લો.
વીડિયો-3
ગીર સોમનાથના ગીરગઢડાના બોડીદર ગામે સિંહોના ધામા જોવા મળ્યા છે. છેલ્લાં કેટલાક દિવસોથી અહીં છ સાવજોના ટોળાએ સ્થાન જમાવ્યું હતું. ખેડૂત પોતાના કપાસના પાકમાં ટ્રેકટર ચલાવતા હતા અને સિંહો આવી ચઢ્યા હતા. સિંહોનું ટોળું આવતા ખેડૂતના ટ્રેક્ટરના પૈડાં થંભી ગયા. ત્યારે આ ક્ષણ કોઈ શખ્સે પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. સિંહોના ધામાથી ખેડૂતોમાં ભય છવાયેલો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે