Bageshwar Dham: સુરતના આંગણે પધારી રહ્યા છે બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ
Bageshwar Dham: સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરાય છે.બાગેશ્વર ધામ માં પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીનો લીંબયાતના નીલગીરી ગ્રાઉન્ડમાં દિવ્ય દરબાર કાર્યક્રમ યોજનાર છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: લીંબાયતમાં બાગેશ્વરધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમની તૈયારી શરુ કરી દેવાઈ છે. આજે લીંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે સ્ટેજ બનાવવામાં આવ્યો છે. સાથો સાથ ગ્રાઉન્ડ પર પેચ વર્કની કામગીરી પણ શરૂ કરાઈ છે. સાંજે 5થી 10નો કાર્યક્રમ હોય ખુલ્લા મેદાનમાં કાર્યક્રમ યોજાશે. ત્યારે લાઈટ સાઉન્ડ પણ લગાવવામાં આવી રહ્યા છે.
સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરાય છે.બાગેશ્વર ધામ માં પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીનો લીંબયાતના નીલગીરી ગ્રાઉન્ડમાં દિવ્ય દરબાર કાર્યક્રમ યોજનાર છે જેને લઈ ધારાસભ્ય સંગીતા પાટીલ ના કાર્યાલય પર કાર્યક્રમની તૈયારી ને લઇ મીટીંગો યોજાઈ હતી. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને આમંત્રણ આપવામાં આવનાર છે.
કાર્યક્રમમાં સુરત સહિત આજુબાજુના જિલ્લામાંથી એક લાખથી વધુ લોકો કાર્યક્રમનો લાભ લેશે. કાર્યક્રમમાં હજારો લોકો નીચે બેસી શકે તે રીતેના વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ LED સ્ક્રીન પણ મૂકવામાં આવી છે. અદભુત સ્ટેજ સાથે આ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. સાથે જ કાર્યક્રમમાં કોઈપણ પ્રકારની ગેરીતીના સર્જાય તે રોપણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અત્યારથી જ પોલીસ જવાનો ગ્રાઉન્ડ પર પેટ્રોલિંગ કરી રહ્યા છે.
26 અને 27 મે ના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજનાર છે આયોજકો દ્વારા જે રીતના તૈયારીઓ ચાલી રહી છે. આગામી 25 તારીખ સુધી મુખ્ય મહેમાનો સહિત લાખો લોકો આ દિવ્ય દરબારમાં બેસી શકે તેવી વ્યવસ્થા પૂર્ણ થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે