પૈસાની લેતી-દેતી મામલે દેશી તમંચાથી ફાયરિંગ, એક યુવકને ઈજા, આરોપીની ધરપકડ
ભરૂચના જંબુસર બાયપાસ બ્રિજ નીચે મંગળવારે ગુનાહિત ભૂતકાળ ધરાવતા માથાભારે મિત્રો વચ્ચે નાણાકીય લેવડદેવડના મુદ્દે ઝઘડો થયા બાદ એક શખ્સે ધોળા દિવસે દેશી તમંચાથી ફાયરિંગ કરતા બીજાને કમરના ભાગે ગોળી વાગી હતી.
Trending Photos
ભરત ચુડાસમા, ભરૂચઃ ભરૂચ શહેરમાં જંબુસર બાયપાસ બ્રિજ પાસે નાણાંની લેવડ-દેવડમાં માથાભારે શખ્સો વચ્ચે બબાલ થતા ધોળા દિવસે એક ઈસમ દ્વારા દેશીકટ્ટાથી ફાયરિંગ કરાતા એક યુવક ઘાયલ થયો હતો. તો ભરૂચ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એસઓજી અને એલસીબી પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપીઓની ધરપકડ કરી છે. ભરૂચ પોલીસે નજીકમાં આવેલ CCTVમાં 3 આરોપી દેખાતા હોઈ ઘટના સ્થળેથી CCTV ફૂટેજ પણ કબ્જે લીધા છે.
ભરૂચના જંબુસર બાયપાસ બ્રિજ નીચે મંગળવારે ગુનાહિત ભૂતકાળ ધરાવતા માથાભારે મિત્રો વચ્ચે નાણાકીય લેવડદેવડના મુદ્દે ઝઘડો થયા બાદ એક શખ્સે ધોળા દિવસે દેશી તમંચાથી ફાયરિંગ કરતા બીજાને કમરના ભાગે ગોળી વાગી હતી. ઇજાગ્રસ્ત ચાલતો જ ત્યાંથી નીકળ્યા બાદ પોતાની જ કારમાં લોહીલુહાણ હાલતમાં તે પટેલ વેલફેર હોસ્પિટલમાં પહોંચ્યો હતો. જ્યારે પોલીસે ગુનામાં વપરાયેલી ઇકો કાર સાથે ગણતરીના સમયમાં જ બે આરોપીઓને ઝડપી પાડી હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ પૂછતાછ હાથ ધરી છે.ગુનામાં વપારયેલી ઇકો કાર પણ કબજે કરી હતી.
તહેવારો પર કોરોનાની અસર, રાખડી બજારમાં મંદીનો માહોલ
ભરૂચના શેરપુરારોડ વિ્તારમાં રહેતાં સઇદ ઉર્ફે ભુરો મુસ્તાક યુસુફ પટેલ બાયપાસ ચોકડી પર એક ગેરેજમાં તેની કાર રિપેર કરવા માટે ગયો હતો. દરમિયાનમં તેનો મિત્ર ઇદ્રીશ ઉર્ફે બમ્બૈયા એક કારમાં ત્યાં બાયપાસ બ્રિજના નીચે આવતાં સઇદ તેની તરફ ગયો હતો. જોકે ઇદ્રીશે પૂર્વયોજિત કાવતરાની જેમ કારમાંથી ઉતરતાં જ તેની સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરવા સાથે ખીસામાંથી દેશીકટ્ટો કાઢ્યો હતો. સઇદે બચાવ માટે તેની સાથે ઝપાઝપી કરતો હતો ત્યારે ઇદ્રીશે કટ્ટો ચલાવી દેતાં ગોળી સઇદની કમરના ડાબા ભાગે ધરબાઇ ગઇ હતી. ત્યારબાદ પણ એકબીજા સાથે બોલાચાલી કરી સઇદ ત્યાંથી થોડે દુર સુધી ચાલતો ગયાં બાદ પોતાની કારમાં જાતેજ લોહીલુહાણ હાલતમાં ગાડી હંકારી હોસ્પિટલ પહોંચી ગયો હતો. બનાવની જાણ થતાં એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ટીમોને એલર્ટ કરતાં એસઓજી પોલીસે ઇદ્રીશ અને તોસીફ ઉર્ફ વલી નામના બે આરોપીઓને જ્યોતિનગર પાસેથી ઝડપી પાડ્યાં હતાં તેમજ ગુનામાં વપારયેલી ઇકો કાર પણ કબજે કરી હતી.
ઓ
આરોપીએ પોલીસેને પેટ્રોલના મુદ્દે તેના ઉપર હુમલા થયો હોવાનું નિવેદન આપ્યું હતું. સઇદ ઉર્ફે ભૂરા પર હુમલામાં પહેલાં માત્ર ઇદ્રીસ બમ્બૈયાનું જ નામ સામે આવી રહ્યું હતું. જોકે પોલીસે એક દુકાનના સીસીટીવી તપાસતાં તેમાં કારમાંથી બે શખ્સો ઉતર્યાં હોવાનું તેમજ એક શખ્સ સામેથી ચાલતો આવી રહ્યો હોવાનું જોવા મળતાં ત્રણ જણા હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે તેમજ ત્રીજા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે