અમદાવાદ : બાળકોની હોસ્પિટલમાં લાગી આગ, હાથમાં નવજાતને લઈને દોડ્યા માતા-પિતા
અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલી બાળકોની હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો છે. ગાર્ડન પાસે આવેલી એપલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગ લાગી છે. જેને પગલે ફાયર બ્રિગેડની ટીમ એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે પહોંચીને આગ બૂઝવવાની કામગીરીમાં લાગી છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલી બાળકોની હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો છે. ગાર્ડન પાસે આવેલી એપલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગ લાગી છે. જેને પગલે ફાયર બ્રિગેડની ટીમ એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે પહોંચીને આગ બૂઝવવાની કામગીરીમાં લાગી છે.
આગ કેવી રીતે લાગી તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. તમામ બાળકો અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. તો બીજી તરફ, સારવાર લઈ રહેલા બાળકોને અન્ય હોસ્પિટલમાં તાત્કાલિક લેવલે ખસેડાયા હતા. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હોસ્પિટલના ધાબા પર આવેલ ફાઈબરનો શેડ સળગ્યો હતો, તે સિવાય અન્ય કોઈ જગ્યાએ આગ લાગી ન હતી. આ જગ્યાએ હોસ્પિટલના કર્મચારીઓ માટે કાફેટેરીયા બનાવવામાં આવ્યો હતો. જ્યાં આગનો બનાવ બન્યો હતો. ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ બૂઝવી હતી. આગને પગલે બિલ્ડીંગના ઉપરના ભાગમાં આગ લાગતા આકાશમાં ધુમાડના ગોટેગોટા જોવા મળ્યા હતા.
બાળ પેશન્ટ્સને તાત્કાલિક બીજે ખસેડાયા
બાળકોની હોસ્પિટલ હોવાથી આ હોસ્પિટલમાં અનેક બાળકોની સારવાર ચાલી રહી હતી, જેથી આ તમામ બાળકોને તાત્કાલિક બીજે ખસેડવાની વ્યવસ્થા એમ્બ્યુલન્સ મારફતે કરવામાં આવી હતી. સૌથી પહેલા હોસ્પિટલની નર્સ હાથમાં નવજાત શિશુઓને લઈને હોસ્પિટલમાંથી નીકળી હતી. તો કેટલાક બાળકો અને વાલીઓને કોમ્પ્લેક્સમાં નીચેના ભાગમાં આવેલ રેસ્ટોરન્ટમાં ખસેડાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે