અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટથી લાગી ભીષણ આગ, ફાયર ફાયટરો ઘટના સ્થળે
અક્લેશ્વરની GIDCની કંપનીમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાઇટરો સ્થળ પર પહોંચી ગયા હતા. આ ઘટનામાં કોઇ જાનહાની સર્જાઇ નહોતી. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
Trending Photos
ભરત ચુડાસમા, ભરૂચ: અક્લેશ્વરની GIDCની કંપનીમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાઇટરો સ્થળ પર પહોંચી ગયા હતા. આ ઘટનામાં કોઇ જાનહાની સર્જાઇ નહોતી. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ ભીષણ આગનું હજુ સુધી કારણ સામે આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરની જીઆઇડીસીમાં આવેલી સજ્જન ઇન્ડિયા કંપનીમાં મોડી રાત્રે અચાનક સ્ટોરેજ પ્લાન્ટમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને પગલે કંપનીના સોલ્વન્ટ સહિતના જથ્થામાં આગ ફેલાતા આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આ ભીષણ આગની લપેટો દુર-દુર સુધી દેખાતી હતી.
જો કે, જીઆઇડીસીમાં આગ લાગી હોવાની જાણ થતા 10થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. આ ઘટનામાં કોઇ જાનહાની થયા હોવાના સામાચાર સામે આવ્યા નથી. આ ભીષણ આગનું હજુ સુધી કારણ અકબંધ છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે