Dy.CM એ સરકારની સ્થિતી સ્પષ્ટ કરી, કોરોના કાળના બહાના હેઠળ સરકારને બાનમાં લેવાનો પ્રયાસ સહ્ય નહી
આજે નાયબ મુખ્યપ્રધાને જુનિયર ડોક્ટર્સની હડતાળ સહિતનાં વિવિધ મુદ્દાઓ પર પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે જુનિયર ડોક્ટર્સને કડક સંદેશો આપતા જણાવ્યું કે, લાખો રૂપિયાની સરકારી સહાયથી ભણતા આ ડોક્ટર્સ સરકારને બાનમાં લેવાનો પ્રયાસ ન કરે. બહારથી આવતા ડોક્ટર્સ પણ લાખો રૂપિયા ભરે ત્યારે તેમને અહીં ઇન્ટર્ન તરીકે પ્રેક્ટિસ કરવા દેવામાં આવે છે. જ્યારે અહીં તો સરકાર પ્રેક્ટિસની સામે 12 હજાર જેટલી રકમ આપે છે. તેવામાં આ ડોક્ટર્સ કોરોનાનાં નામે સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કરે તે અયોગ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેમણે સાથે ચિમકી ઉચ્ચારતા જણાવ્યું કે, ડોક્ટર્સ બિનશરતી હડતાળ પરત નહી ખેંચે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
Trending Photos
* ગુજરાતમાં હાલમાં વિવિધ માંગણીઓ સાથે સરકારને બાનમાં લેવાની મોસમ
* અલગ અલગ સરકારી સંગઠનો સંસ્થાઓના કર્મચારીઓ જ બાનમાં લઇ રહ્યા છે
* જુનિયર ડોક્ટર્સ, શિક્ષકો, આચાર્યો, LRD ઉમેદવારો સહિત અનેક આંદોલનો સક્રિય
ગાંધીનગર : આજે નાયબ મુખ્યપ્રધાને જુનિયર ડોક્ટર્સની હડતાળ સહિતનાં વિવિધ મુદ્દાઓ પર પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે જુનિયર ડોક્ટર્સને કડક સંદેશો આપતા જણાવ્યું કે, લાખો રૂપિયાની સરકારી સહાયથી ભણતા આ ડોક્ટર્સ સરકારને બાનમાં લેવાનો પ્રયાસ ન કરે. બહારથી આવતા ડોક્ટર્સ પણ લાખો રૂપિયા ભરે ત્યારે તેમને અહીં ઇન્ટર્ન તરીકે પ્રેક્ટિસ કરવા દેવામાં આવે છે. જ્યારે અહીં તો સરકાર પ્રેક્ટિસની સામે 12 હજાર જેટલી રકમ આપે છે. તેવામાં આ ડોક્ટર્સ કોરોનાનાં નામે સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કરે તે અયોગ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેમણે સાથે ચિમકી ઉચ્ચારતા જણાવ્યું કે, ડોક્ટર્સ બિનશરતી હડતાળ પરત નહી ખેંચે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
જો કે નાયબ મુખ્યમંત્રીનો આ સંદેશ માત્ર ડોક્ટર્સ માટે નહી પરંતુ સમગ્ર સરકારનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા માટે હોય તેવું લાગી રહ્યું હતું. હાલમાં ગાંધીનગરમાં અનેક પ્રકારનાં ધરણા ચાલી રહ્યા છે. જેમાં એક યા બીજી પ્રકારે સરકારને દબાણમાં લાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. જેમાં અત્યાર સુધી શિક્ષકો, આચાર્યો, એલઆરડી ઉમેદવારો સહિતનાં અનેક આંદોલનોનો સમાવેશ થાય છે. જેમાં દરેકમાં એક યા બીજી પ્રકારે સરકારને દબાણમાં લાવીને પોતાની મનમાની માંગણીઓ મનાવવા માટેનો પ્રયાસ થઇ રહ્યો છે.
સરકાર દ્વારા શિક્ષકોનાં ગ્રેડ પેની માંગણી સ્વિકારવામાં આવતા હવે આચાર્યો દ્વારા પણ આંદોલન ચાલુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એલઆરડી મહિલાઓની માંગણીઓ સંતોષાતા હવે એલઆરડી પુરૂષો દ્વારા પણ આંદોલન શરૂ કરવા માટેની માંગણીઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પેરા મેડિકલ અને નર્સિંગ સ્ટાફ પણ અવાર નવાર વેતન વધારાથી માંડીને કાયમી કરવા જેવી માંગણીઓ સાથે હડતાળ કર્યા જ કરે છે. તેવામાં કોરોના મહામારીમાં સરકાર પાસે પોતાની મનમાની માંગણીઓ મનાવવા માટે એક યા બીજી પ્રકારે સરકારને બાનમાં લેવાનો પ્રયાસ છે. જો કે હવે સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, કોઇ પણ માંગણીઓ અયોગ્ય હશે અને સરકારને બાનમાં લેવાનો પ્રયાસ થશે તો તે સહી લેવામાં નહી આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે