ધવલસિંહ ઝાલાને પક્ષપલટો ફળ્યો નહીં! BJPના તમામ પદો પરથી રાજીનામું, કહ્યું; 'ભાજપે નિષ્ક્રિય ઉમેદવારની પસંદગી કરી'

Gujarat Election 2022: ધવલસિંહ ઝાલાએ ભાજપમાંથી રાજીનામું આપીને ખળભળાટ મચાવી દીધો છે. ધવલસિંહ ઝાલાએ પ્રાથમિક સભ્યથી લઈ તમામ હોદ્દા પરથી રાજીનામું ધર્યું છે. હવે બાયડ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે.

ધવલસિંહ ઝાલાને પક્ષપલટો ફળ્યો નહીં! BJPના તમામ પદો પરથી રાજીનામું, કહ્યું; 'ભાજપે નિષ્ક્રિય ઉમેદવારની પસંદગી કરી'

Gujarat Election 2022, સમીર બલોચ/અરવલ્લી: ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની 89 બેઠક માટે ગુરુવારે ફોર્મ પાછા ખેંચાયા પછી હવે ચિત્ર સ્પષ્ટ થયું છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અલ્પેશ ઠાકોરના પગલે અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયાં હતાં. ભાજપે આ ચૂંટણીમાં ટીકિટ કાપતાં જ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમણે આજે ભાજપમાંથી રાજીનામું આપી દીધુ છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને લેખિતમાં રાજીનામું મોકલી આપ્યું છે. ધવલસિંહે આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપે નિષ્ક્રિય ઉમેદવારની પસંદગી કરી છે.

ધવલસિંહ ઝાલાએ ભાજપમાંથી રાજીનામું આપીને ખળભળાટ મચાવી દીધો છે. ધવલસિંહ ઝાલાએ પ્રાથમિક સભ્યથી લઈ તમામ હોદ્દા પરથી રાજીનામું ધર્યું છે. હવે બાયડ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે. ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ભાજપે નિષ્ક્રિય ઉમેદવારની પસંદગીમાં કરી છે. 

મહત્વનું છે કે બાયડ બેઠક પર 2017માં કોંગ્રેસની ટિકીટ પરથી ધવલસિંહ ઝાલાએ જીત મેળવી હતી. પરંતુ 2019માં અલ્પેશ ઠાકોરની સાથે ધવલસિંહ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ 2019માં યોજાયેલી પેટાચૂંટણીમાં ધવલસિંહ ઝાલાએ ભાજપની ટિકીટ પરથી ચૂંટણી લડી હતી. પરંતુ કોંગ્રેસના જશુભાઈ પટેલ સામે તેમનો પરાજય થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news