જગત મંદિરે આરતીની જ્યોતમાં થયા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન, ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ

યાત્રાધામ દ્વારકાના જગત મંદિરે આરતી સમયે ભગવાન શ્રી કૃષ્ણની સાક્ષાત્ ભગવાનની હાજરી હોવાનો ભક્તોને અહેસાસ થયો છે. દ્વારકાધીશની આરતીની જ્યોતમાં ભગવાન સાક્ષાત્ હાજરાહજૂર હોય તેવી રીતે સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયો છે.

જગત મંદિરે આરતીની જ્યોતમાં થયા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન, ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ

જયદીપ લાખાણી/દ્વારકા: યાત્રાધામ દ્વારકાના સુપ્રસિધ્ધ દ્વારકાધીશ જગતમંદિર હાલમાં ચર્ચામાં છે. યાત્રાધામ દ્વારકાના જગત મંદિરે ભગવાન દ્વારાધીશના સાક્ષાત્ દર્શન થતાં હોવાનો ભક્તોને ભરોસો જાગ્યો છે. ભગવાન દ્વારકાધીશની આરતીની જ્યોતમાં ભગવાન સાક્ષાત્ હોઈ તેવા ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. 

જી હા...યાત્રાધામ દ્વારકાના જગત મંદિરે આરતી સમયે ભગવાન શ્રી કૃષ્ણની સાક્ષાત્ ભગવાનની હાજરી હોવાનો ભક્તોને અહેસાસ થયો છે. દ્વારકાધીશની આરતીની જ્યોતમાં ભગવાન સાક્ષાત્ હાજરાહજૂર હોય તેવી રીતે સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયો છે.

દ્વારકાધીશનો સેવાક્રમ અને દિનચર્યા
દ્વારકાધીશનો સેવાક્રમ અને દિનચર્યા રાજભાવથી કરવામાં આવે છે. સૌપ્રથમ ભગવાનને દાતણ કરાવવામાં આવે છે. પછી ભગવાનના મુખારવિંદને ખાસું કરવામાં આવે છે અને અત્તર તેમજ ચંદન વડે મુખનો શૃંગાર કરવામાં આવે છે. ચંદનનો પણ શૃંગાર થાય છે. તુલસી અર્પણ કરી ભગવાનને મંગલ ભોગ ધરાવાય છે, જેમાં ભોગ બાદ ભગવાનને બીડાં ધરાવાય છે.

- સવારે 6.30 કલાકે ભગવાનની મંગળા આરતી થાય છે, જેમાં કડછા આરતી થાય છે. 8 વાગ્યા સુધી ભક્તો મંગળા દર્શનનો લાભ લઈ શકે છે. ત્યાર બાદ પ્રભુનો અભિષેક, એટલે કે દૂધ, દહીં, ઘી, મધ, સાકર, કેસર, અત્તર, ફળ અને શંખથી અભિષેક કરવામાં આવે છે. બાદમાં પૂજારી ભગવાનના શ્રીઅંગને અંગુચ્છો કરે છે. પછી દ્વારકાધીશના શ્રીઅંગને અતરના શૃંગાર થાય છે.

- પ્રભુને સવારે 10.30 કલાકે શૃંગાર ભોગ ધરાવાય છે, પછી જે ક્રમ આવે છે એને શૃંગાર આરતી કહે છે. સૌપ્રથમ ભગવાનને છડી અને બંસી ધારણ કરાવાય છે. આ શૃંગાર માત્ર આરતીમાં જ ધારણ કરાવાય છે. 11.15 કલાકે ગ્વાલ ભોગ, બપોરે 12 કલાકે રાજભોગ દર્શન થાય છે. 12.30થી 12.45 સુધી ભગવાનને કેસર જલ ધરાવાય છે.

- બપોરે 1 વાગ્યે મંદિર બંધ થાય છે. સાંજે 5થી 5.30 કલાક સુધી ભગવાનનાં ઉત્થાપન દર્શન થાય છે. ત્યાર બાદ સંધ્યા આરતી, સાંજે 7.30 કલાકે પ્રભુને સંધ્યા ભોગ ધરાવાય છે. સાંજે 8.25 કલાકે દ્વારકાધીશના સન્મુખ શયન થાય છે, એટલે કે પ્રભુની સન્મુખ ચોપાટ રાખવામાં આવે છે, જેમાં ચાંદીના ચોકઠા અને સુવર્ણના પાસાથી ભગવાનને રમાડવામાં આવે છે.

- ત્યારબાદ શયન આરતી થાય છે, શયન આરતીમાં 8.30થી 8.35 વચ્ચે કડછા આરતી થાય છે, જેનો ભાવિકો લાભ લઇ શકે છે. રાત્રે 9 કલાકે ભગવાનના શૃંગાર વિસર્જન પછી વાજિંત્ર વિના સ્તુતિથી પોઢાડવામાં આવે છે. રાત્રે 9.15 કલાકે ભક્તો દ્વારકાધીશનાં શયન દર્શન કરી શકે છે, જે 15 મિનિટ સુધી થાય છે. પછી વૈષ્ણવો દ્વારા સ્તુતિ કરવામાં આવે છે અને સ્તુતિથી ભગવાનને પોઢાડવામાં આવે છે. રાત્રે 9.45 કલાકે ઠાકોરજીના શયન થાય છે અને મંદિર બંધ થાય છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news