Chanasma Gujarat Chutani Result 2022: ચાણસ્મા બેઠક પર કોંગ્રેસના દિનેશ ઠાકોરની જીત
Chanasma Chunav Result 2022: ચાણસ્મા વિધાનસભા બેઠક પાટણ જિલ્લાનો ભાગ છે. આ બેઠક પર અંદાજિત 1,50,641 પુરૂષ મતદારો છે. જ્યારે 1,41,687 મહિલા મતદારો છે. કુલ 2,92,329 મતદારો છે.
Trending Photos
Chanasma Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર સમગ્ર દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાવર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.
પાટણ જિલ્લાની ચાર વિધાનસભા સીટ પરનું પરિણામ
ભાજપ: સિદ્ધપુર, રાધનપુર
કોંગ્રેસ: પાટણ, ચાણસ્મા
સિદ્ધપુર: બળવંતસિંહ રાજપૂત, ભાજપ
રાધનપુર: લવિંગજી ઠાકોર, ભાજપ
પાટણ બેઠક: કિરીટ પટેલ. કોગ્રેસ
ચાણસ્મા: દિનેશ ઠાકોર. કોગ્રેસ
પાટણ
બેઠક-17 ચાણસ્મા
પક્ષ - ભાજપ
ઉમેદવાર- દિલીપ ઠાકોર
રાઉન્ડ - 8
મતથી આગળ - 2683
Chanasma Gujarat Chunav Result 2022: ચાણસ્મા વિધાનસભા બેઠક (પાટણ)
પાટણ જિલ્લાની ચાણસ્મા વિધાનસભા બેઠકમાં હારીજ, ચાણસ્મા અને સમી તાલુકાના કેટલાંક ગામોનો સમાવેશ થાય છે. આ બેઠકમાં રદ્દ થયેલી સમી અને હારીજ બેઠકના ગામો પણ સમાવવામાં આવ્યા છે. આ બેઠક પર સમી તાલુકાના 51, હારીજના 40 અને ચાણસ્માના 60 ગામો મળીને કુલ 151 ગામોનો સમાવેશ થાય છે.
2022ની ચૂંટણી
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે દિલીપ ઠાકોરને રિપીટ કર્યા છે. જ્યારે કૉંગ્રેસે દિનેશ ઠાકોરને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ વિષ્ણુ પટેલને ટિકિટ આપી છે.
2017ની ચૂંટણી
ચાણસ્માના ઈતિહાસની વાત કરીએ તો 2017માં ભાજપના ઉમેદવાર દિલીપ ઠાકોરને 73,771 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસથી રઘુ દેસાઈને 65,537 મત મળ્યા હતા. રઘુ દેસાઈની 8,234 મતથી હાર થઈ હતી.
2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દિલીપ ઠાકોરને 83,462 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર દિનેશ ઠાકોરને 66,638 મત મળ્યા હતા. દિનેશ ઠાકોર 16,824 મતથી હાર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે