પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ચારેબાજુ તબાહી! નવસારી-બારડોલી બ્રિજને નુકસાન, રેલીંગ તૂટી
જોકે પૂર્ણાની રોદ્રતા બાદ પણ પુલને મોટું નુકસાન થયું નથી, પુલ સક્ષમ છે અને જે રેલિંગ તૂટી છે અને રોડની સરફેસ ઉખડી છે. તેનું સમારકામ આજ સાંજ સુધીમાં કરી આવતીકાલથી વાહન વ્યવહાર માટે પુલ શરૂ કરી દેવામાં આવશે.
Trending Photos
Navsari Heavy Rains: નવસારીમાં પૂર્ણા નદીએ રૌદ્રરૂપ જોવા મળી રહ્યું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી પૂર્ણાની જળ સપાટી વધી હતી અને આક્રમક બનેલી પૂર્ણાના પ્રવાહમાં નવસારી બારડોલી માર્ગ પર સુપા ગામ નજીક પૂર્ણા નદી પર બનેલ પૂલની રેલીંગ તૂટી ગઈ હતી. પૂર્ણાનો પ્રવાહ એટલો જ હતો કે નદીના પાણીમાં મોટા લાકડા પણ તણાઈ આવ્યા હતા. જે પુલની રેલિંગ પર અથડાયા હતા. જેથી ઘણી જગ્યાએ પુલની રેલિંગ તૂટી ગઈ હતી. જ્યારે નદીમાં વમળ ઉઠતા ડામર રોડની સરફેસ પણ ઉખડીને પાણીમાં વહી ગઈ હતી.
જોકે પૂર્ણાની રોદ્રતા બાદ પણ પુલને મોટું નુકસાન થયું નથી, પુલ સક્ષમ છે અને જે રેલિંગ તૂટી છે અને રોડની સરફેસ ઉખડી છે. તેનું સમારકામ આજ સાંજ સુધીમાં કરી આવતીકાલથી વાહન વ્યવહાર માટે પુલ શરૂ કરી દેવામાં આવશે. જોકે આ જ પૂરતું સુપા ગામથી ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. જે વાહનો બારડોલીથી આવશે એ સુપાથી પેરા થઈ ધોળા પીપળા નીકળી શકશે અને નવસારીથી બારડોલી જવા માટે પણ ધોળા પીપળાથી સુપા ગામ તરફનો રસ્તો લેવા પડશે.
પૂર્ણ નદીના પૂર ઓસરીયા બાદ નવસારીના નિશાળ વાળા વિસ્તારોની સ્થિતિ કફોડી બની છે. શાંતાદેવી રોડની ગાંધીનગર સોસાયટીમાં આઠ ફૂટથી વધુ પાણી ભરાયા હતા. જેના કારણે ભાડેથી રહેતા ભમરાભાઇ ઠાકોરના ઘરમાં ઘરવખરીને મોટું નુકસાન થયું હતું. ઘરનો સામાન ખસેડવાનો સમય ન મળ્યો તેના કારણે અનાજ તેમજ અન્ય વસ્તુઓ પલળી ગઈ હતી. જ્યારે પૂરના પાણી ઉતર્યા અને ઘરે આવ્યા તો અનાજ સંપૂર્ણ પલળેલું હતું. જેથી એને ફેંકી દેવા પડ્યું હતું. સાથે જ ઘરની અન્ય વસ્તુઓ ગાદલા ગોદડા સહિત કપડા પણ પલળી જતા ફેંકી દેવા પડ્યા છે. હીરાના કારખાનામાં કામ કરતા ભમરાભાઈ અને આર્થિક નુકસાની વેઠવા પડી છે.
નવસારીની પૂર્ણા નદીમાં ગતરોજ આવેલા પૂરમાં જૂના થાણા નજીકને સ્વપ્ન લોક સોસાયટીના પુનવાલા વૃદ્ધાશ્રમમાં પણ પૂરના પાણી ભરાયા હતા. જેના કારણે 26 વૃદ્ધોને પહેલા માળે શિફ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ અત્યાર સુધીમાં વધુ પાણી આવ્યું હોવાથી વૃદ્ધાશ્રમ માડીથી ત્રણ ફૂટ પાણી ચડી ગયા હતા અને જે વૃદ્ધો જ્યાં રહી રહ્યા છે એ ઓરડામાં પ્રવેશતા બેડ ગાદલા તેમજ તેમની રોજિંદી વસ્તુઓ ભીલડી ગઈ હતી. પુસ્તકો અને દવાઓ પણ પૂરના પાણીમાં પલળી હતી.
જો કે સમય સૂચકતા વાપરી વૃદ્ધોને ઉપરના માળે ખસેડી લેવામાં આવ્યા હતા અને અનાજ પણ ખસેડી લેવામાં આવ્યું હતું. પાણી ઓસરિયા પરંતુ હજુ સુધી વૃદ્ધાશ્રમમાં પૂર્ણ સફાઈ થઈ શકી નથી. પુરથી વૃદ્ધાશ્રમને ઘણી નુકસાની થઈ છે, ત્યારે વૃદ્ધાશ્રમના વૃદ્ધોને મદદએ દાતાઓ આવે એવી અપીલ સંસ્થા દ્વારા કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે