ગુજરાતમાં છવાશે અંધારપટ્ટ? આ કારણે સમગ્ર રાજ્યમાં ઉભું થઈ રહ્યું છે વીજ સંકટ
સમગ્ર રાજ્યમાં અંધારપટ્ટ છવાય તેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. રાજ્યમાં વીજ સંકટ આવી શકે છે. કોલસાની અછતના કારણે વીજળીની અછત ઉભી થઈ શકે છે. કોલસા આધારિત વીજ મથકો બંધ થવાના કારણે 3 હજાર મેગા વોટ વીજ અછત પેદા થઈ છે
Trending Photos
હિતલ પારેખ/ અતુલ તિવારી/ અમદાવાદ: સમગ્ર રાજ્યમાં અંધારપટ્ટ છવાય તેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. રાજ્યમાં વીજ સંકટ આવી શકે છે. કોલસાની અછતના કારણે વીજળીની અછત ઉભી થઈ શકે છે. કોલસા આધારિત વીજ મથકો બંધ થવાના કારણે 3 હજાર મેગા વોટ વીજ અછત પેદા થઈ છે. ત્યારે માત્ર ઉત્તર ગુજરાત નહીં સમગ્ર રાજ્યમાં વીજ સંકટ ઉભું થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં હાલના તબક્કે વીજ કાપ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
દેશભરમાં ઉભા થયેલા કોલસાની અછતના કારણે વીજળી ઉત્પાદનમાં ઘટાડો થયો છે. તો બીજી તરફ રાજ્યમાં વીજ વપરાશ વધતા વીજ કંપનીઓ વીજકાપ મુકી શકાય છે. વીજ ઉત્પાદન સામે લોડનું પ્રમાણ વધતા વીજ ઉત્પાદન અને વીજ વપરાશની માંગ સરભર ના થાય ત્યાં સુધી વીજ કંપનીઓ દ્વારા વીજ કાપ મુકવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. ત્યારે UGVCL, PGVCL, MGVCL, DGVCL દ્વારા વીજકાપ કરવામાં આવી શકે છે. રીયલ ટાઈમ લોડીંગ કંડીશન પ્રમાણે વીજ કાપનો નિર્ણય લેવાઈ શકે છે. બરોડા ખાતેથી વીજ વપરાશનું મોનીટરીંગ કરાઈ રહ્યું છે. વીજ વપરાશ બેલેન્સ ના કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં અંધારપટ્ટ છવાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, દેશ પર વીજ સંકટ તોળાઈ રહ્યું છે. દેશમાં હવે માત્ર 4 દિવસ વીજળી ચાલે તેટલો જ કોલસાનો સ્ટોક બચ્યો છે. મહત્વનું છે વીજળીના ઉત્પાદનમાં મોટાભાગે કોલસાનો જ ઉપયોગ થાય છે. પરંતુ કોલસાની આવક ઘટતા હવે સ્ટોક ખાલી થવા લાગ્યો છે. દેશમાં 70 વીજ ઉત્પાદન કોલસાથી જ થાય છે. દેશના કુલ 135 થર્મલ પાવર પ્લાન્ટમાંથી 72 માં માત્ર 3 દિવસ ચાલે તેટલો જ કોલસાનો સ્ટોક છે. તો 50 પાવર પ્લાન્ટમાં 4 થી 10 દિવસ ચાલે તેટલો કોલસાનો સ્ટોક છે.
જ્યારે 13 જ પ્લાન્ટ એવા છે જેમની પાસે 10 દિવસથી વધુ ચાલે તેટલો કોલસાનો સ્ટોક છે. ભારે વરસાદથી કોલસાના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. કોલસાની વધતી કિંમત અને ટ્રાન્સપોર્ટેશનનમાં આવી રહેલા અવરોધથી સ્ટોક પર અસર વર્તાઈ રહી છે. ઊર્જા મંત્રાલયે કહ્યું કે કોલસાનો સ્ટોખ ખાલી થવા પાછળ કોરોના પણ જવાબદાર છે. કોરોનાકાળમાં કોલસાની માગ સતત વધી છે. વર્ષ 2019 ના ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વીજળીની માગ 10 હજાર 660 કરોડ યૂનિટની હતી. જે વધીને 2021 માં 13 હજાર 420 કરોડ યૂનિટ થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે