જૂની સંસદમાં ફોટો સેશન દરમિયાન બેભાન થયા ગુજરાત ભાજપના સાંસદ

BJP MP Narhari Amin fainted : ભાજપના સાંસદ નરહરિ અમીન બેભાન થયા... સાંસદોના ફોટો સેશન દરમિયાન નરહરિ અમીન બેભાન થયા.. ગૃહમંત્રી અમિત શાહે નરહરિ અમીનની સંભાળ લીધી.. હાલ નરહરિ અમીનની તબીયત સારી છે

જૂની સંસદમાં ફોટો સેશન દરમિયાન બેભાન થયા ગુજરાત ભાજપના સાંસદ

New Parliament : આજે ગણેશ ચતુર્થીના પાવન અવસર પર નવી સંસદના શ્રીગણેશ થઈ રહ્યાં છે. ત્યારે જુના સંસદ ભવનમાં સાંસદોનું ફોટોસેશન કરાયુ હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી સહિત તમામ સાંસદો હાજર હતા. ત્યારે ગુજરાતના ભાજપના સાંસદ નરહરિ અમીનની તબિયત લથડી હતી. તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. 

આજે મંગળવારથી સંસદ ભવન બદલાઈ રહ્યું છે. આજથી સાંસદો નવી સંસદમાં કામગીરી કરશે. ત્યારે તમામ સાંસદો જૂના ભવનથી નવા ભવન તરફ જશે. આજથી નવી સંસદમાં કાર્યવાહી થશે. તેથી પીએમ મોદી, રાહુલ ગાંધી સહિત સત્તા અને વિપક્ષના તમામ સાંસદો જૂની સંસદમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે તમામ સાંસદોનું ખાસ ફોટો સેશન આયોજિત કરાયુ હતું. પહેલા રાજ્યસભા અને લોકસભાના સાંસદોએ ફોટો પડાવ્યા હતા. આ બાદ બંને સદનના સાંસદોનું ફોટોશૂટ થયુ હતુ. આ દરમિયાન ગુજરાતના બીજેપી સાંસદ નરહરિ અમીનની તબિયત લથડી હતી. જેથી ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક નરહરિ અમીનની સંભાળ લીધી. હાલ નરહરિ અમીનની તબીયત સારી છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 19, 2023

 

આજે નવી સંસદમાં સંસદનું નવું સત્ર મળશે. પીએમ મોદી બંધારણ નકલ સાથે નવી સંસદ પહોંચશે. પીએમ મોદી જૂની સંસદથી નવી સંસદ સુધી પગપાળા પહોંચશે. સેન્ટ્રલ હોલમાં સવારે 11 કલાકથી વિશેષ કાર્યક્રમ આયોજિત કરાયો છે. સેન્ટ્રલ હોલમાં બંને ગૃહના સાંસદો સાથે બેઠક કરશે. સેન્ટ્રલ હોલના કાર્યક્રમમાં પીએમ મોદી સંબોધન કરશે.

જૂની સંસદમાં આજે કોણ કોણ સંબોધન કરશે?
જૂની સંસદમાં આજે કોંગ્રેસના સાંસદ અધીર  રંજન ચૌધરી સંબોધન કરશે. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સંબોધન કરશે. સદનના નેતા પીયુષ ગોયલ સંબોધન કરશે. ભાજપના સાંસદ મેનકા ગાંધી સંબોધન કરશે. મેનકા ગાંધી લોકસભામાં સૌથી વધારે સમયથી સાંસદ છે. તો ઝારખંડ મુક્તિ મોરચાના સાંસદ શિબુ સોરેન સંબોધન કરશે. શિબુ સોરેનનો બંને સદનમાં મળીને સૌથી લાંબો કાર્યકાળ પસાર કર્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના સાંસદ અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સંબોધન કરશે, જેમણે રાજ્યસભામાં સૌથી વધારે સમયથી સાંસદ રહ્યાં છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ પણ સંબોધન કરશે.    

 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 19, 2023

 

નવી સંસદમાં 6 દરવાજાનું મહત્વ 
નવી સંસદમાં  6 ખાસ દરવાજા મૂકવામાં આવ્યા છે. આ 6 દ્વારનું આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ છે. ઉત્તર દિશામાં ગજ દ્વાર મૂકવામાં આવ્યો છે. આ દ્વાર પર હાથીની બે મૂર્તિઓ છે. જેમાં હાથી જ્ઞાન, ધન અને બુદ્ધિનું પ્રતીક છે. ગજ દ્વાર ભગવાન ગણેશનું પ્રતીક છે. અશ્વ દ્વાર દક્ષિણમાં લગાવવામાં આવ્યું છે. અશ્વ એ ધૈર્ય, ગતિ અને શક્તિનું પ્રતીક છે. ઓડિશાના સૂર્ય મંદિરથી પ્રેરિત આ દરવાજો છે. ગરુડ દરવાજો પૂર્વમાં લગાવવામાં આવ્યો છે. ગરુડ એ ભગવાન વિષ્ણુનું વાહન છે. ગરુડ દરવાજો આશા અને મહિમાનું પ્રતીક છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news