ગુજરાતના શિક્ષકોને લઈ સૌથી મોટા સમાચાર; શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે કરી જાહેરાત

એચ-ટાટના મુખ્ય શિક્ષકોની બદલી માટે આજથી કરી શકાશે ઑનલાઈન અરજી. 7 જાન્યુઆરી સુધી શિક્ષકો કરી શકશે અરજી. 27મી સુધીમાં થઈ જશે બદલીના હુકમ.

ગુજરાતના શિક્ષકોને લઈ સૌથી મોટા સમાચાર; શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે કરી જાહેરાત

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોને લઈ સૌથી મોટા સમચાર સામે આવ્યા છે. રાજ્યમાં પ્રથમવાર HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી ઓફલાઈન કેમ્પનું આયોજન કરવામાં આવશે. તારીખ 01-01-2025થી તારીખ 07-01-2025 સુધી ઓફલાઈન કેમ્પનું આયોજન કરાશે. HTAT મુખ્ય શિક્ષક દ્વારા કરવામાં આવેલી અરજીઓની ચકાસણી કરી માન્ય-અમાન્ય કારણ સહિત જિલ્લા કક્ષાએ 10-01-2025 સુધીમાં રજૂ કરવાની રહેશે.

HTAT મુખ્ય શિક્ષકોની બદલી માટે ઓફલાઈન કેમ્પ યોજાશે. આજથી 7 જાન્યુઆરી સુધી બદલી માટે કરી શકાય અરજી છે. મુખ્ય શિક્ષકો બદલી માટે ઓનલાઈન અરજી કરી શકે છે. 27 જાન્યુઆરી સુધી શાળા પસંદગી કરાવીને હુકમ કરી દેવાશે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરીને જાહેરાત કરી હતી.

— Dr. Kuber Dindor (@kuberdindor) December 31, 2024

નવુ વર્ષ શરુ થાય તે પહેલા જ શિક્ષકો માટે આ સારા સમાચાર છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પોતાના એક્સ પર આ અંગે પોસ્ટ કરી જાણકારી આપી છે. જ્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલી માન્ય-અમાન્ય અરજીઓની ચકાસણી કરી લેખિત કારણ સહિત અરજદારને જાણ કરવા માટેનો સમય 16-01-2025 રાખવામાં આવ્યો છે.  

HTAT મુખ્ય શિક્ષક દ્વારા કરવામાં આવેલી તમામ અરજી તમામ આધાર પુરાવા સહિત મંજૂર કરવાપાત્ર અરજીઓની જિલ્લાવાર તૈયારી કરી અસલ અરજી સંબંધિત જિલ્લાઓને રૂબરૂ આપવા માટે 17-01-2025 તારીખ રાખવામાં આવી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news