અયોધ્યા વિવાદ: શાંતિ જળવાય તે હેતુથી સુરતમાં અનોખુ હસ્તાક્ષર અભિયાન, ચોક્કસ વાંચો
રામ જન્મભૂમિ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે સરકારથી માંડીને સંસ્થાઓ સૌહાર્દ જળવાઇ રહે તેવા પ્રયાસો કરતા હતા
Trending Photos
ચેતન પટેલ/સુરત : રામ જન્મભૂમિ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદાની ઘડીઓ ગણાઇ રહી છે. જો કે ચુકાદા મુદ્દે એક તરફ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ૨૮ વર્ષ જુના આ કેસને લઈ લોકોમાં ભારે કુતુહલ સાથે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ચુકાદો આવ્યા બાદ કોઈ બનાવ ન બને અને શહેર સાથે સમગ્ર રાજ્ય અને દેશનું સૌહાર્દ જળવાઇ રહે તે માટે સુરતમાં એક સિગ્નેચર કેમ્પેઇન (સહી અભિયાન) ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં ચુકાદો જે પણ આવે તેનું સ્વાગત કરવા માટે દરેક ધર્મના લોકો કરે તેવા અર્થનાં એક લખાણમાં લોકોના હસ્તાક્ષર માંગવામાં આવ્યા હતા.
ભારતીય ગૌ રક્ષા સંઘ દ્વારા સુરત ખાતે હસ્તાક્ષર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. રામ જન્મભૂમિ વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આગામી દિવસોમાં આવે તેવી શક્યતા છે. જો કે ચુકાદા બાદ સમગ્ર દેશભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે માટે તમામ પાર્ટીઓ અને સંસ્થાઓ ઉપરાંત તંત્રણ પણ પ્રયાસો કરી રહ્યું છે. આ પ્રયાસ અંતર્ગત જ વિવિધ સંસ્થાઓ વિવિધ જાગૃતી અભિયાનથી માંડીને હસ્તાક્ષર અભિયાન પણ ચલાવી રહી છે. બીજી બાજુ ચુકાદાને દરેક ધર્મના લોકો સ્વીકાર કરે આ હેતુથી જનજાગૃતિ કાર્યક્રમ પણ યોજવામાં આવી રહ્યા છે.
સુરત ખાતે હસ્તાક્ષર અભિયાન કરી ભાઈચારા અને સૌહાર્દની ભાવના વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ હસ્તાક્ષર કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનો જોડાયા હતા. મોટી સંખ્યામાં લોકો હસ્તાક્ષર કરી સુપ્રીમ કોર્ટ દ્વારા જે પણ ચુકાદો આવશે તેને સ્વીકારવાની વાત હસ્તાક્ષરના માધ્યમથી કરવામાં આવી હતી. સૌહાર્દ જાળવવા માટેનો આ એક અનોખો પ્રયાસ હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે