બાહુબલી પોલીસ: પૂરનાં પાણીમાં ફસાયેલા બાળકોને બચાવતી ‘ગુજરાત પોલીસ’
મોરબી જિલ્લાના ટંકારાના ગામે પાણીમાં ફસાયેલા લોકોને પોલીસે દિલધડક રેસ્ક્યું કરીને લોકોના જીવ બચાવ્યા હતા. પોલીસના જવાનોએ ખભા પર બેસાડીને બાળકોને પૂર ગ્રસ્ત વિસ્તારોમાંથી બચાવી લીધા હતા. મળતી માહિતી અનુસાર ટંકારા કલ્યાણપુર ગામે 43 લોકો પાણીમાં ફસાયા હતા. પોલીસ જવાનો દ્વારા કરવામાં આવેલા દિલ ધડક રેસ્ક્યુંની ગામ લોકો સરાહના કરી રહ્યા છે.
Trending Photos
હિમાંશુ ભટ્ટ/મોરબી: મોરબી જિલ્લાના ટંકારાના ગામે પાણીમાં ફસાયેલા લોકોને પોલીસે દિલધડક રેસ્ક્યું કરીને લોકોના જીવ બચાવ્યા હતા. પોલીસના જવાનોએ ખભા પર બેસાડીને બાળકોને પૂર ગ્રસ્ત વિસ્તારોમાંથી બચાવી લીધા હતા. મળતી માહિતી અનુસાર ટંકારા કલ્યાણપુર ગામે 43 લોકો પાણીમાં ફસાયા હતા. પોલીસ જવાનો દ્વારા કરવામાં આવેલા દિલ ધડક રેસ્ક્યુંની ગામ લોકો સરાહના કરી રહ્યા છે.
કોન્સ્ટેબલ પૃથ્થવીરાજસિંહ જાડેજાએ સ્થાનિક તરવૈયાની મદદથી બાળકોને બચાવ્યા હતા. આ રેસ્ક્યૂ કરતા પોલીસનો વીડિયો વાયરલ થયો છે. સવારથી મોરબી જિલ્લામાં મેઘમહેર જામી છે. જિલ્લા પોલીસે અત્યંત સરાહનીય ભૂમિકા ભજવતા કલ્યાણપુર વિસ્તારમાં 43 લોકો ફસાયા હતા. તેમાં જિલ્લા પોલીસ વડા ડૉ.કરણરાજ વાઘેલાના નેજા હેઠળ રેસ્ક્યૂમાં પોલીસ પણ જોતરાઈ હતી.
મોરબી: કંડલા બાયપાસ પાસે દિવાલ પડવાથી 8લોકોના ઘટનાસ્થળે મોત
આ વીડિયો બાદ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાની સરાહનીય કામગીરીની ચોમેર પ્રસંશા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં વડોદરામાં આવેલા વિનાશક પૂરમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટ ચાવડા 'વસુદેવ' બન્યા હતા. ગુજરાત પોલીસે પૂરમાં બજાવેલી કામગીરીની પ્રસંશા સોશિયલ મીડિયા પર પણ ખૂબ થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે