માથાભારે ટ્રાન્સપોર્ટર દ્વારા RTO ઈનસ્પેક્ટર પર જીવલેણ હુમલો થતા ચકચાર

આજે સાણંદ ખાતે ફરજ બજાવી રહેલા ઈનસ્પેક્ટર ચૌધરી , ઈન્સપેક્ટર રોહિત અને ઈનસ્પેક્ટર જાલા ઉપર માથાભારે ટ્રાન્સપોર્ટર દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હૂમલો કરવામાં આવ્યો છે. હુમલો એટલો ઘાતક હતો કે ઇનસ્પેક્ટ ચોધરીના હાથનો પંજો ફાટી ગયો હતો અને તેમને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બંન્ને અધિકીરઓ ગંભીર રીતે ઘાયલ છે. આરટીઓ અધિકીરીઓ કૌઈ પણ પ્રકારના સ્વબચાવના હથિયાર વગર ચોવીસ કલ્લાક રાજ્યના નેશનલ હાઈવે પર ૫૮ જગ્યાઓએ કોઈ પણ પ્રકારની પાયાની સુવીધાઓ વગર ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.
માથાભારે ટ્રાન્સપોર્ટર દ્વારા RTO ઈનસ્પેક્ટર પર જીવલેણ હુમલો થતા ચકચાર

જાવેદ સૈયદ/ અમદાવાદ: આજે સાણંદ ખાતે ફરજ બજાવી રહેલા ઈનસ્પેક્ટર ચૌધરી , ઈન્સપેક્ટર રોહિત અને ઈનસ્પેક્ટર જાલા ઉપર માથાભારે ટ્રાન્સપોર્ટર દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હૂમલો કરવામાં આવ્યો છે. હુમલો એટલો ઘાતક હતો કે ઇનસ્પેક્ટ ચોધરીના હાથનો પંજો ફાટી ગયો હતો અને તેમને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બંન્ને અધિકીરઓ ગંભીર રીતે ઘાયલ છે. આરટીઓ અધિકીરીઓ કૌઈ પણ પ્રકારના સ્વબચાવના હથિયાર વગર ચોવીસ કલ્લાક રાજ્યના નેશનલ હાઈવે પર ૫૮ જગ્યાઓએ કોઈ પણ પ્રકારની પાયાની સુવીધાઓ વગર ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.

જો કે આ કહેવા ખાતર તો ક્લાસ-2 અધિકારી કહેવાય છે પરંતુ ન તો બેસવા ની સગવડ હોય છે, ન તો સ્વ બચાવ કરવા માટેનું કોઇ વ્યવસ્થા. ટાઢ, તાપ, તડકા સામે રક્ષણ મળે એવી કોઈ વ્યવસ્થા છે કે નાતો કોઈ પણ પ્રકારની સિક્યોરીટી છે. સંવેદનશીલ અને માથાભારે તત્વો સાથે પાનારો હોવા છતાં કોઈ પણ પ્રકારની સ્વબચાવની વ્યવસ્થા સરકાર તરફથી આપવામા આવતી નથી. 

આજે માથાભારે ઈસમો દ્વારા અત્યંત હિસક રીતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો. જેના ફૂટૈજ અને વિડિયો પણ આ સાથે સામેલ છે. RTO ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા છે. આ બનાવ પહેલી વાર નથી. આ પૂર્વે પણ સનાથલ ટોલનાકા ખાતે આરટીઓ અઘિકારી પર હૂમલો કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ છોટાઊદેપૂર ખાતે બે અધિકારીઓ સામે એમના મનોબળને તોડવા માથાભારે તત્વો દ્વારા હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. પરંતુ આવાને આવા બનાવો વધતા જ જાય છે. જે હવે કર્મચારીના મનોબળ અને સાહસવૃતિને તોડી રહ્યા છે. આ દિશામાં ચોક્કસપણે તાત્કાલિક કોઈ નકકર અન કડકમાં કડગ પગલા લેવાની જરૂર છે. બાકી કાયદો અને વ્યવસ્થા તળિયે જશે. ખાખી વરદીધારીઓ જ સુરક્ષિત નથી રહ્યા. આ અંગે સરકારે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news