ચમત્કાર! પૂજા સમયે શિવજીના મંદિરે આવી પહોંચી ગાય, આપમેળે દૂધ વહાવતા સર્જાયું કુતૂહલ
હાલ સોશિયલ મીડિયમાં ગુજરાતના કચ્છ જિલ્લાનો એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જે જોઇને તમે પણ કહેશો કે આ કોઈ ચમત્કારથી ઓછું નથી. કચ્છ જિલ્લાના નખત્રાણાના ભડલી ગામના શિવ મંદિરે એક ગાય દૂધ આપતી હોવાનો વીડિયો વાયરલ થયો છે
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર, કચ્છ: હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનામાં ભક્તો દ્વારા દૂધ અને જળ અર્પણ કરી ભગવાન શિવની આરાધના અને ઉપાસના કરતા હોય છે. ત્યારે આજે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ગાય ભગવાન શિવના મંદિરના ઓટલા પાસે ગાય ઉભી રહે છે તે સાથે જ તેના આંચળમાંથી દૂધની ધારા વહે છે. જે જોઇને લોકોમાં કુતુહલ સર્જાયુ હતું.
હાલ સોશિયલ મીડિયમાં ગુજરાતના કચ્છ જિલ્લાનો એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જે જોઇને તમે પણ કહેશો કે આ કોઈ ચમત્કારથી ઓછું નથી. કચ્છ જિલ્લાના નખત્રાણાના ભડલી ગામના શિવ મંદિરે એક ગાય દૂધ આપતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. પવિત્ર શ્રાવણ માસમાં ભોળા શંભુને રીઝવવા લોકો કેટલી સેવા પૂજા કરે છે. ત્યારે ગાયનો વીડિયો સામે આવ્યો છે.
ભડલી ગામે શિવ મંદિરે દરરોજ સેવાના સમયે એક ગાય આવી પહોંચે છે અને દૂધ આપે છે. મંદિરના ઓટલા પાસે ગાય ઉભી રહે છે તે સાથે જ તેના આંચળમાંથી દૂધની ધારા વહેવા લાગે છે. આ દૂધ ભેગું કરીને પૂજારી શિવલિંગ પર ચડાવે છે અને ગાયને દાણ પણ આપે છે. ત્યારે વીડિયો સામે આવતા અહીં લોકો દર્શનાર્થે આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે