અંકલેશ્વરની ફાયનાન્સ કંપનીમાં કરોડોની દિલધડક લૂંટ, લૂંટારીઓ પાસે હતી ચાવીથી માંડી પાસવર્ડ સુધીની માહિતી
Trending Photos
ભરૂચ : જિલ્લાના અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાયનાન્સની ઓફીસમાં સવારે 9 વાગ્યાની આસપાસ કંપનીના કર્મચારીઓએ બંદુક બતાવી બંધક બનાવ્યા બાદ લૂંટની ઘટના બની હતી. જેમાં 4 કરોડના સોનાના દાગીના અને રોકડ લૂંટીને લૂટારૂઓ ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી. કંપની ઓફીસમાં લગાવાયેલા સીસીટીવીમાં 4 લૂંટારૂઓ ઓફિસમાં પ્રવેશ કરતા દેખાય છે. ત્યાર બાદ 4 લૂંટારૂઓ કર્મચારીઓને બંધુકની અણીએ અંદરની રૂમમાં ધકેલે છે. બે લૂંટારાઓમાં હાથમાં બંધુક અને એક લૂંટારૂના હાથમાં ચાકૂ જોવા મળ્યું હતું. 4 કરોડના સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટ ચલાવીને લૂંટારીઓ કારમાં થઇ ગયા છે. ઘટના અંગે જાણ થતા અંકલેશ્વર પોલીસ ઘટના સ્થલે દોડી આવી હતી. હાલ તો પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે આજે સવારે ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાયનાન્સની ઓફિસમાં આજે સવારે લૂંટારાઓ ત્રાટક્યા હતા. 4 કરોડ રૂપિયાના સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટીને ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વર પોલીસે નાકાબંધી કરીને લૂંટારાઓની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર શહેરમાં નાકાબંધી કરીને એલર્ટ આપવામાં આવ્યું છે.
અંકલેશ્વર પોલીસે આરોપીઓના વર્ણનના આદારે તપાસ આદરી છે.
આ ઉપરાંત ભરૂચ ક્રાઇમબ્રાંચ અને SOG ની ટીમો દ્વારા લૂંટારાઓને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફાયનાન્સ કંપનીના કયા કર્મચારી પાસે ચાવી હોય છે અને કોની પાસે પાસવર્ડ છે તે તમામ માહિતી લૂંટારાઓ પાસે હતી. જેથી લૂંટ પહેલા કોઇ જાણભેદુએ રેકી કરીને લૂંટને અંજામ આપવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ફાયનાન્સ કંપની સોના પર લોન આપતી હોવાનું જાણવા મળી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે