અમરેલીમાં ખેડૂતોએ એપીએમસીની જાહેર હરરાજીમાં મગફળી વેચી
અમરેલી જિલ્લાના એકમાત્ર સાવરકુંડલાના એપીએમસીમાં સરકારની ટાઈમ લિમિટ બાદ પણ રજિસ્ટ્રેશન થયેલા 400 જેટલા ખેડૂતોની મગફળી રહી જતા હવે ખેડૂતોને ના છૂટકે એપીએમસીમાં ઓછા ભાવે મગફળી વેચવાનો વારો આવતા ખેડૂતોમાં નારાજગી છે.
Trending Photos
કેતન બગડા, અમરેલી: રાજ્યમાં સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળીની ખરીદી કરીને ખેડૂતોને પુરતા પોષણશમ ભાવો મળે તેવી વ્યવસ્થા કરી હતી. રજિસ્ટ્રેશન થયેલા ખેડીતોની મગફળી સરકાર દ્વારા ખરીદી લેવાનો નિર્ણય પણ હતો. અમરેલી જિલ્લાના એકમાત્ર સાવરકુંડલાના એપીએમસીમાં સરકારની ટાઈમ લિમિટ બાદ પણ રજિસ્ટ્રેશન થયેલા 400 જેટલા ખેડૂતોની મગફળી રહી જતા હવે ખેડૂતોને ના છૂટકે એપીએમસીમાં ઓછા ભાવે મગફળી વેચવાનો વારો આવતા ખેડૂતોમાં નારાજગી છે.
આ છે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા એપીએમસી સરકાર દ્વારા તેલના ભાવની મગફળી ખરીદવાની ઓનલાઈન પ્રક્રિયામાં જિલ્લા સૌથી વધારે સાવરકુંડલા તાલુકામાં 3400 રજિસ્ટ્રેશન એન્ટ્રીઓ નોંધાઇ હતી. જેમાંથી પણ 12 ફેબ્રુઆરીએ સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળી ખરીદી લેવાનો છેલ્લો દિવસ હતો. ત્યાં સુધીમાં સરકારે 2980 આસપાસના ખેડૂતોની મગફળી કરી છે. જ્યારે સરકારે નક્કી કરેલા છેલા દિવસે 12 ફેબ્રુઆરી સુધીમાં ના આવેલા ખેડૂતોની મગફળી પણ રહી ગઈ છે. જે 400 ઉપરાંતના ખેડૂતોને હવે ટેકાના ભાવનું સેન્ટર બંધ થતાં ખેડૂતોને ના છૂટકે ટેકાના ભાવ કરતા 250 થી 300 રૂપિયે ઓછા ભાવે એપીએમસીની જાહેર હરરાજીમાં મગફળી વેચવાનો વારો આવતા ખેડૂતોની રજિસ્ટ્રેશન થયેલી મગફળી ઓછા ભાવે વેંચતા ખેડૂતોમાં ભારે નારાજગી વ્યાપી છે.
સાવરકુંડલા તાલુકાના અમુક ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની રહી ગઈ છે. જે હાલ ટેકાના ભાવનું ખરીદી સેન્ટર બંધ થતાં કોઈ 730 માં મગફળી વેચી તો કોઈએ 750 માં મગફળી વેચી રહ્યા છે. ત્યારે એપીએમસીમાં હાલ જાહેર હરરાજીમાં 710 થી લઈને 900 આઅપાસનો ભાવ ખેડુતોની મળી રહ્યો છે અને ટેકાના ભાવનું સેન્ટર બંધ થયા બાદ 300 થી 500 ગુણીઓની આવક એપીએમસીમાં થતી હોવાનું એપીએમસીના આસિસ્ટન્ટ સેક્રેટરીએ જણાવ્યું હતું.
સરકાર દવારા રજિસ્ટ્રેશન થયેલ મગફળી ખરીદી લેવાનું કહ્યું હોવા છતાં સરકારના પ્રતિનિધિઓ મગફળી કેન્દ્ર બંધ કરી દીધું છે. જ્યારે આનો ભોગ ખેડૂતો બની રહ્યા છે ને 400 ખેડૂતોને હવે ના છૂટકે જાહેર હરરાજીમાં ઓછા ભાવે મગફળી વેચવાની મજબૂરી છે. ત્યારે સરકાર આવા રજિસ્ટ્રેશન થયેલા ખેડૂતો માટે ફરી કેન્દ્ર ચાલુ કરશે કે કેમ તે અંગે ખેડૂતો મૂંઝવણ અનુભવી રહયા છે તે વાસ્તવિકતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે