ભાજપે પરેશ ધાનાણીના ગઢમાં પાડ્યું ગાબડું, અમરેલીના અનેક નેતા ભાજપનો ખેસ પહેર્યો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ અમરેલી કોંગ્રેસમાં ગાબડુ પડ્યું છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડુ પડતા કોંગ્રેસના પેટમાં ફાળ પડી

ભાજપે પરેશ ધાનાણીના ગઢમાં પાડ્યું ગાબડું, અમરેલીના અનેક નેતા ભાજપનો ખેસ પહેર્યો

કેતન બગડા/અમરેલી :અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમા ગાબડુ પાડવામાં ભાજપ સફળ નિવડ્યુ છે. આ સાથે જ અમરેલીમાં રાજકારણ ગરમાયુ છે. રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામમાં ભાજપની બેઠક મળી હતી. પ્રભારી મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા, પૂર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકીની હાજરીમા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે. તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મીઠા લાખણોત્રા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બળવંત લાડુમોર સહિત કોંગી નેતાઓ પણ ભાજપમાં જોડાયા છે. પ્રભારી મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા દ્વારા ભાજપનો ખેસ પહેરાવી તમામને ભાજપમાં આવકારવામાં આવ્યા હતા. 

amreli_congress_zee2.jpg

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ અમરેલી કોંગ્રેસમાં ગાબડુ પડ્યું છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડુ પડતા કોંગ્રેસના પેટમાં ફાળ પડી છે. આજે અમરેલી કોંગ્રેસના લગભગ અડધો ડઝન નેતાઓ ભાજપમાં જોડાયા છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામમાં આજે ભાજપની બેઠક મળી હતી. જેમાં પ્રભારી મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા અને પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી ઉપસ્થિત રહ્યાં હતાં અને કોંગ્રેસના આગેવાનોએ કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા છે. તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ મીઠા લાખણોત્રા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બળવંત લાડુમોર સહિતના કોંગી નેતાઓ ભાજપમાં જોડાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news