આખરે કોંગ્રેસ ઊંઘમાંથી જાગી, વિધાનસભામાં વિરોધપક્ષના નેતાનું નામ જાહેર કર્યું
Gujarat Congres : કોંગ્રેસે અમિત ચાવડાને બનાવ્યા વિપક્ષ નેતા... શૈલેશ પરમારને કોંગ્રેસે પક્ષના ઉપનેતા બનાવ્યા... દાણીલીમડાના ધારાસભ્ય છે શૈલેશ પરમાર
Trending Photos
Gujarat Congress ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાત વિધાનસભામાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસમાં પક્ષના નેતાની નિમણૂં કરવાની કામગીરી ઘોંચમાં પડી હતી. જેમાં આંતરિક વિવાદ પણ ઉઠ્યો હતો. ત્યારે આખરે કોંગ્રસે ઊંઘમાંથી જાગી છે અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનું નામ ફાઈનલ કર્યું છે. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવાયા છે. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારને વિધાનસભાના પક્ષના ઉપનેતા જાહેર કર્યાં છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માંડ 17 બેઠકો પર સમેટાઈ ગઈ છે. કોંગ્રેસની હારનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. જેમાં ઈવીએમ અને નબળા સંગઠન પર દોષનો ટોપલો ઢોળાઈ રહ્યો છે. હાઈકમાન્ડે રચેલી કમિટીએ વન ટુ વન બેઠકો કરી છે. ગુજરાત કોંગ્રેસે હારનું ઠીકરું ફોડીને આ રિપોર્ટ હાઈકમાનને મોકલી આપ્યો છે પણ હવે સત્ય શોધક કમિટી તપાસ કરી રહી છે. ચૂંટણીમાં મોદી અને શાહે સમય ફાળવ્યો પણ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ સમય ના ફાળવ્યો અને હવે હારનાં કારણો શોધી રહ્યાં છે. છેલ્લા કેટલાય દિવસોથી કોંગ્રેસ 17 બેઠકો જીતીને પણ એક વિરોધપક્ષના નેતા નક્કી કરી શકી ન હતી. આ મામલે કોંગ્રેસમાં પણ હવે ઉકળાટ ફેલાવા લાગ્યો હતો. છેલ્લે શૈલેષ પરમાર અને સીજે ચાવડાનું નામ હાઈકમાન્ડને મોકલાયું હતું. પરંતું આ વચ્ચે અમિત ચાવડાનું નામ ફાઈનલ થયુ છે.
આ પણ વાંચો :
ગઈકાલે હાઇકમાન્ડના આદેશને પગલે અમદાવાદ આવી પહોચેલી સત્ય શોધક કમીટી સમક્ષ હારેલા-જીતેલા ઉમેદવારોએ તબક્કાવાર રજૂઆતો કરી હતી. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે, બધાય નેતાઓએ ભેગા મળીને મહેનત કરવાની જરૂર છે. લોકસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓ કરવી જોઇએ. આ ઉપરાંત વિધાનસભાના વિપક્ષના નેતાનું નામ તાકીદે જાહેર કરવું જોઇએ. માત્ર ૧૭ ધારાસભ્યો હોવા છતાંય આટલો વિલંબ કેમ? તે સમજાતુ નથી.
માત્ર ૧૭ ધારાસભ્યો હોવા છતાંય આટલો વિલંબ કેમ તે કોંગ્રેસના ધારાસભ્યોને પણ સમજાતુ ન હતું. એવી પણ રજૂઆત થઇ હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં અંડિગા જમાવ્યા હતાં જયારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતની ચૂંટણીમાં રસ દાખવ્યો નહીં, આ ઉપરાંત પદ માટે નહી, પક્ષનુ કામ કરનારાને પક્ષના સંગઠનમાં સમાવવા જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે