શ્રાવણ મહિનાને કારણે અમદાવાદના મંદિરોમાં ટેસ્ટીંગ, 3 કોરોના પોઝિટિવ નીકળ્યાં
Trending Photos
આશ્કા જાની/અમદાવાદ :અમદાવાદ કોર્પોરેશન દ્વારા રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારો બાદ ધાર્મિક સ્થળો પર કોરોના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાઈ છે. જેમાં છેલ્લા 2 દિવસમાં 40 જેટલા ધાર્મિક સ્થળો પર 564 જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદના ઘુમાના ભીમનાથ મહાદેવમાં સવારથી સાંજ સુધી 60 જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 3 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ, બહુચરાજીના મહાદેવ મંદિર પર મોડી રાત્રે વીજળી પડી
શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં લોકો શિવજીની પૂજા કરવા આવતા હોય છે. તેથી એએમસી દ્વારા મહાદેવના મંદિરોમાં વધુ ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ સિવાય અમદાવાદના મસ્જિદ તથા દેરાસરોમાં પણ amc એ ટેસ્ટીંગ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પાલડીની મસ્જિદમાં એકઠા થયેલા લોકો સામે પોલીસે જાહેરનામાના ભંગની કાર્યવાહી કરી હતી. મસ્જિદના મૌલવી સહિત 20 લોકોની અટકાયત કરવામાં આવી હતી. સંખ્યાબંધ લોકો મસ્જિદમાં એકઠા થતા સંક્રમણ થવાનો ભય પેદા થયો હતો.
સોના-ચાંદીના ભાવમાં કેમ ભડકો થાય છે તેનું કારણ આ રહ્યું, દૂર કરો તમારું કન્ફ્યુઝન
આ વર્ષે કોરોના મહામારીની અસર ફૂલ બજાર પર પણ જોવા મળી રહી .છે શ્રવણ માસ છે, છતાં ફૂલોની સુગંધ જાણે શહેરમાંથી ઉડી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. હાલ રાજ્યમાં અનેક મંદિરોમાં પૂજા વિધિ બંધ છે, જેના કારણે ફૂલની ખરીદી ખૂબ ઓછી થઈ છે. માત્ર 20 થી 25 ટકા ગ્રાહકો ફૂલ ખરીદી કરવા આવી રહ્યા છે. બીજી તરફ આગળથી ફૂલ ન આવતા હોવાના કારણે ભાવ પણ ડબલ વધી ગયા છે. કોરોનાના કારણે ફૂલ બજાર પર મંદી જોવા મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે