AMC ચૂંટણી પરિણામ: ભાજપની આંધી, છતાં કોંગ્રેસે પોતાના આ ગઢ બરાબર સાચવ્યા

અમદાવાદમાં ભાજપનો સપાટો જોવા મળી રહ્યો છે. પરંતુ આ બધા વચ્ચે પણ કોંગ્રેસે પોતાના ગઢ કહેવાતા વિસ્તારોમાં સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી.

AMC ચૂંટણી પરિણામ: ભાજપની આંધી, છતાં કોંગ્રેસે પોતાના આ ગઢ બરાબર સાચવ્યા

ઝી મીડિયા બ્યૂરો, અમદાવાદ: ગુજરાત (Gujarat) ની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે. સવારે 9 વાગે અમદાવાદ (Ahmedabad) , વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં મતગણતરી શરૂ થઈ. અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મતગણતરી ચાલુ છે. અમદાવાદમાં ભાજપનો સપાટો જોવા મળી રહ્યો છે. પરંતુ આ બધા વચ્ચે પણ કોંગ્રેસે પોતાના ગઢ કહેવાતા વિસ્તારોમાં સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી.

કુલ 48 વોર્ડની 192 બેઠક
અમદાવાદના કુલ 48 વોર્ડની 192 બેઠકો છે. જેમાંથી અત્યાર સુધીમાં આવેલા પરિણામ મુજબ ભાજપે 20 વોર્ડ ફતેહ કર્યા છે. જ્યારે કોંગ્રેસે પોતાનો ગઢ કહેવાતા દાણીલીમડા, દરિયાપુરમાં જીત મેળવી છે. દરિયાપુર 1995થી કોંગ્રેસનો ગઢ કહેવાય છે. 

આ ઉપરાંત કોંગ્રેસે બહેરામપુરા વોર્ડમાં પણ જીત મેળવી છે. બહેરામપુરામાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ કોંગ્રેસને કાંટાની ટક્કાર આપી હતી. પરંતુ આખરે કોંગ્રેસના ઉમેદવારો જીત્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news